લેબોરેટરીમાં જ ફસડાઈ પડતાં ડોક્ટરનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોત્રી રોડ પર આવેલ ખાનગી લેબોરેટરીના 36 વર્ષીય ડોક્ટર જમીન પર એકાએક નીચે ફસડાઈ પડતા મોત નીપજ્યું હતું.

માંજલપુરની સૂર્યદર્શન ટાઉનશીપમાં રહેતા ડો. સુમંત રામઅવધ ચોબે પોતાની લેબોરેટરીમાં એર કોમ્પ્રેસર બગડેલું હોવાથી રિપેરિંગ કરતા હતા. ત્યારે અચાનક કોઈ કારણસર જમીન પર નીચે પડતા બેભાન થઇ ગયા હતા. જેથી લેબોરેટરીના સહકર્મચારીઓ તેમને પ્રાથમિક સારવાર માટે 108માં સ્ટર્લિંગ હોસ્પિટલ લઈ જતા હતા. ત્યારે 108માં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...