તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૉક્ટર, અમે ફોરેનથી અાવ્યા છીએ, મેડિકલ ચેકઅપ કરી લો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમે ફોરેનથી અાવ્યા છીએ. અમારા કોરોનાની તપાસ કરો એમ કહી તાજેતરમાં વિદેશની મુલાકાતેથી પરત ફરેલા યુવાન તથા તેના સાથી મિત્રએ કોરોના વાઇરસ અંગેનું સ્ક્રિનિંગ કરાવવાની માંગ કરી હતી. છેલ્લા 24 કલાકમાં પેરિસ, દુબઇ, થાઇલેન્ડ, બેંગકોક તથા દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી પરત ફરેલા 16 જેટલા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં અાવ્યું હતું.

ચાઇનાથી દુનિયાભરમાં ફેલાઇ રહેલા કોરોના વાઇરસ અંગેની જાગૃતતાને કારણે વિદેશથી શહેરમાં પરત અાવેલા લોકો તેમનું સ્ક્રિનિંગ એસ.એસ.જી હોસ્પિટલ ખાતે કરાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં પેરિસ, દુબઇ, થાઇલેન્ડ, બેંગકોક, તથા દક્ષિણ ભારતમાંથી અાવેલા 16 જેટલા લોકોનું સ્ક્રિનિંગ એસ.એસ.જી હોસ્પિટલમાં કરવામાં અાવ્યું હતું. સદ્ભાગ્યે કોરોના વાઇરસનો એક પણ પોઝિટિવ કેસ હજી સુધી શહેરમાં થયો નથી. પરંતુ તકેદારીના ભાગ રૂપે વિદેશથી શહેરમાં આવતા લોકો તેમનું સ્ક્રિનિંગ કરાવતા જોવા મળી રહ્યા છે. રોજબરોજ વિદેશથી અથવા તો કોરોના ના શંકાસ્પદ કેસો સામે અાવ્યા હોય તેવા રાજ્યમાંથી પરત અાવતા લોકો એસ.એસ.જી હોસ્પિટલ ખાતે તેમનું સ્ક્રિનિંગ કરાવી રહ્યા છે.

વિદ્યાર્થીઓને શીખ : છીંક કે ખાંસી આવ્યા બાદ સાબુથી હાથ ધુવો

એજ્યુકેશન રિપોર્ટર| વડોદરા

વિશ્વભરમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વિવિધ સ્તરે વાઇરસની અસર ન થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા પણ કોરોના વાઇરસ એલર્ટ અપાયું છે અને સ્કૂલોને તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.

માનવ સંશાધન વિકાસ વિભાગ દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને કોરોના વાઇરસનું જોખમ ઘટાડવા માટે સાવચેતી રાખવા જણાવાયું છે. તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની તકેદારી રાખવા માટેની સૂચનાઓ પણ અપાઇ છે. જેમાં ખાસ કરીને કોરોના વાઇરસનું જોખમ ઘટાડવા માટે નિયમિત રીતે સાબુ અને પાણીથી હાથ ધોવા માટે કહેવામાં આવ્યું છે. છીંક કે ઉધરસ વખતે નાક અને મોં પર રૂમાલ કે ટીસ્યુ રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે. શરદી અને ફ્લૂ જેવાં લક્ષણો ધરાવતી વ્યક્તિનો સંપર્ક ટાળીને તેનાથી એક મીટરનું અંતર રાખવા પણ જણાવવામાં આવ્યું છે. જો કોઇને પણ ખાંસી, તાવ અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. છીંક કે ખાંસી આવ્યા બાદ સાબુથી હાથ ધોવાની આદત પાડવા જણાવાયુંં છે.

વિઝા રદ / કેનેડાથી યુવાન મામાના અંતિમ સંસ્કારમાં ન અાવી શક્યો

કોરોના વાઇરસને પગલે 15 એપ્રિલ સુધી વિદેશમાં વસતા ભારતીયો OCI (ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા) કાર્ડ હોલ્ડરની વિઝા ફ્રી પ્રવાસની સુવિધા પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. જેને કારણે કેનેડામાં સ્થાયી થયેલો વડોદરાનો યુવાન અવસાન પામેલા મામાનાં અંતિમ દર્શન કરવા માટે આવી શક્યો ન હતો. કેનેડા સ્થિત કશ્યપભાઇ વૈદ્યે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે વિદેશથી આવતા લોકો ઉપર ભારત સરકારે પ્રતિબંધ મૂકતાં તકલીફ ઉભી થઇ છે. મંજૂરી માટે એમ્બેસીમાં જવાનો છું. જો મંજૂરી મળશે તો જ હું ભારત આવી શકીશ અને મારા મામાની ઉત્તરક્રિયામાં હાજરી આપી શકીશ.

વિદેશથી પરત અાવેલા સહિત 16 લોકોનું મેડિકલ સ્ક્રીનિંગ કરાયું

કોરોનાના ડરે લોકો સામેથી SSGમાં તપાસ કરાવી રહ્યા છે

શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ્સને એલર્ટ અપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો