તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારી ધીરજની કસોટી ના કરો, મારી ફરજનો હું જાણકાર છું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાલી વચનો નહિં ચાલે, નક્કર પરિણામ જોઇએ

વ્યક્તિ નહિં પણ દેશ વિકાસ, એવો પૈગામ જોઇએ

પાંચ વરસે મળવા આવ્યા, આજે વોટર યાદ આવ્યા

અરે, પ્રજાલક્ષી કામ કરે, એવું નામ જોઇએ

સુંદરમ્ ટેલર

સામ દામ દંડ ભેદ થકી ખુરશી તો હાથ વગી

ખરો નેતા લાવો? ભૈ ચૂંટણી છે

વિભાવરી લેલે

ભર ઉનાળે ટોપ બિલાડીના ઉગ્યા છે

ઉમેદવાર ચૂંટણીના જો કેવા ઉમટ્યા છે

ડો. વિરંચિ ત્રિવેદી

હા હું મારા દેશનો ચોકીદાર છું

દેશની સમસ્યાઓ પ્રત્યે ખબરદાર છું

મારી ધીરજની કસોટી ના કરો

મારી ફરજનો હું જાણકાર છું

રેખા પટેલ

‘હું છું પ્રજાસેવક’ એ શબ્દથી નફરત લાગે છે

પ્રજાનું લોહી ચૂસતો, હર નેતા મરછર લાગે છે

જે.વી.રાઠોડ

રાજકારણીઓ પ્રજાની વાતને સમજી લો શાનમાં

ખમીરવંતી પ્રજા ફરી ચાન્સ નહિં આપે

કિરણ પંચાલ

અન્ય સમાચારો પણ છે...