તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Do Not Practice Allopathy To Take Homeopathy Or Ayurveda In Lesser Markets 073549

ઓછા માર્કે હોમિયોપેથી કે આયુર્વેદ લઇ એલોપેથીની પ્રેક્ટિસ ન કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના મેકિંગ ડોક્ટર્સ ઓર્ગનાઈઝેશન દ્વારા ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કરીયર સંબંધી પ્રશ્નોના માર્ગદર્શન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય વક્તા તરીકે ગાંધીનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. અનિલ ચૌહાણે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ પછી મેડિકલ અને પેરામેડિકલ ફિલ્ડમાં અભ્યાસ કરવા કેટલા કોર્સ ઉપલબ્ધ છે, તેના ફાયદા- ગેરફાયદા, કોર્સમાં અવકાશો વિશે માહિતી આપી હતી. તેમણે હોમિયોપેથીક, આયુર્વેદિક તેમજ MBBSના તફાવતો જણાવતા કહ્યું હતું કે, NEETની પરીક્ષામાં 2-3 માર્ક્સ ઓછા આવવાથી વિદ્યાર્થીઓ MBBSમાં એડમિશન ન લઇ શકતા હોમિયોપેથીક કે આયુર્વેદિકમાં એડમિશન લે છે અને જીવનભર એલોપેથીની ગેરકાયદેસર પ્રેકટીસ કરે છે. તેના કરતા એટલી જ ફી ભરીને વિદેશ જઈ ત્યાંની સરકારી યુનિ.માંથી MBBSની ડિગ્રી લઇ શકે છે. જેના માટે સરકાર 15 લાખ રૂપિયાની લોન પણ આપે છે. સેમિનારમાં મેકિંગ ડોક્ટર્સ ઓર્ગનાઈઝેશનના સ્થાપક ઉમંગ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Carrier Guidence

વિદેશ જવા માટે કઇ રીતે એપ્લાય કરી શકાય છે
ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં પ્રેક્ટિકલ સાથે 50% માર્ક્સ તેમજ નીટની પરીક્ષા પાસ થયેલ હોવી જરૂરી છે. બીજી કોઈ પણ પરીક્ષા આપવાની જરૂર નથી. તેની સંપૂર્ણ પ્રક્રિયા મેકિંગ ડોક્ટર્સ ઓર્ગનાઈઝેશન દ્વારા કરવામાં આવે છે. જેમાં રહેવા માટે ની વ્યવસ્થા, એડમિશન, લોન માટેની પ્રક્રિયા બધાનોજ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...