તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Dj Was Played Before The Approval Rules In The Commerce Faculty 042159

કોમર્સ ફેકલ્ટીમાં મંજૂરીના નિયમ પહેલા ડી જે વગાડી લીધું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ.સ.યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે નવા વર્ષમાં વિદ્યાર્થીઓને ઉજવણી કરવા માટે થઇને વાઇસ પ્રેસિડન્ટ અને એફઆર દ્વારા ડીજેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા હતા.

વિદ્યાર્થી અાગેવાનો દ્વારા વારંવાર DJના અાયોજનથી વિવાદ
વિદ્યાર્થી નેતાઓએ કાર્યક્રમ માટે 50 % સભ્યોની સભ્યોની મંજૂરી લેવી પડશે
કોમર્સમાં VP અને FGS વચ્ચે વિવાદ બાદ સત્તાધીશોની બેઠક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીના યુજીએસ અને વીપી દ્વારા ફેકલ્ટી સ્તર પર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ત્રણ ફેકલ્ટીના જીએસો દ્વારા કરવામાં આવી હતી. કોમર્સ ફેકલ્ટીમાં વીપીએ ડીજેનું આયોજન કરવાના પગલે એફજીએસે વાંધો ઉઠાવતાં વિવાદ થયો હતો. બુધવારે મોડી રાત્રે સિન્ડિકેટ સભ્યોની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યા બાદ ગુરુવારે યુનિ.સ્તરની એક બેઠક મળી હતી જેમાં જે નિયમ બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરવા માટે ડીનોને તાકીદ કરાઇ હતી. કોઈ પણ વિદ્યાર્થી નેતા પાસે 50 ટકા સભ્યોની સહમતી હશે તો જ પરવાનગી મળી શકશે.

કોમર્સ ફેકલ્ટીમાં વીપી સલોની મિશ્રા દ્વારા ડીજે રાખવામાં આવ્યું હતું જેની પરવાનગી ડીને આપી હતી. કોમર્સ જીએસ રાકેશ પંજાબીએ આનો વાંધો ઉઠાવીને વિરોધ કર્યો હતો. બુધવારે કોમર્સ ડીનની ઓફિસની બહાર ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોડી રાત્ર સુધી વિવાદનો ઉકેલ ના આવતાં બે સિન્ડિકેટ સભ્યોએ દરમિયાનગીરી કરી હતી. ગુરુવારે આ મુદ્દે યુનિવર્સિટી સ્તર પર સત્તાધીશો અને સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી. અગાઉ યુનિ.સત્તાધીશોએ નિયમો બનાવ્યા હતા જે પ્રમાણે કોઇ પણ વિદ્યાર્થી નેતાએ પરવાનગી લેવી હોય તો 50 ટકા સભ્યોની સહમતી સાથેનો પત્ર સત્તાધીશોને આપવો પડે તો જ કાર્યક્રમની પરવાનગી મળે. કોમર્સ ફેકલ્ટીમાં યોજાયેલ ડીજે પાર્ટીમાં આ નિયમનું પાલન કરવામાં ના આવતાં વિવાદ થયો હતો. અગામી સમયમાં કોઇ પણ કાર્યક્રમ યોજવા માટે નિયમો પ્રમાણે કામ કરવા ફેકલ્ટી ડીનોને તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...