તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Distribution Of Blankets To Destitute People Through The Renewal Charitable Trust 041221

ન્યાલકરણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર લોકોને ધાબળાનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીયલએસ્ટેટ ક્ષેત્રે આગવુ્ં નામ ધરાવનાર અશ્વિનભાઈ અને શૈલેષભાઈ ગોલવિયા દ્વારા સ્થાપિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર લોકોને ધાબળાનું વિતરણ આ વરસે પણ કરવામાં આવ્યું હતું.ન્યાલકરણ ચેરીટેબલ ટ્રસ્ટ દર વર્ષે સમાજના ક્લ્યાણ માટે કાર્ય કરવા તત્પર રહે છે.તેઓ દ્વારા અનેક સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવે છે જેમ કે ઠંડીમાં ધાબળા વિતરણ,ઉનાળામાં ચપ્પલ વિતરણ,ભૂખ્યાઓને ભોજન,અનાથ બાળકોને શૈક્ષણિક સામાન વગેર અાપવામાં આવે છે.તેમના દ્વારા કરવામાં આવેલ કાર્ય સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડયું છે કે જો સમાજની દરેક વ્યકિત તેમના જેવી જ વિચારસરણી ધરાવે તો નિરાધારોનો જીવન જરૂરીયાત વસ્તુઓ માટે ભટકવું ન પડે અને એક સ્વસ્થ સમાજની સ્થાપના શકય બને.ન્યાલકરણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 10મી જાન્યુઆરીના રોજ વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તાર જેવા કે અમીતનગર સર્કલ,ફતેહગંજ,પંડયા બ્રીજ,રેલવે સ્ટેશન જેવા વિસ્તારમાં નિરાધાર લોકોને ધાબળા વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...