તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિ. પં. પ્રમુખની ચૂંટણી 4થી ઓક્ટોબરે યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ પન્નાબેન ભટ્ટ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થયાના 10 દિવસ બાદ વિકાસ કમિશનર દ્વારા જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી મહિલા પ્રમુખ પદ માટેની જગ્યા માટે 4 ઓક્ટોબર 2019ના રોજ ખાસ સભા બોલાવીને ચૂંટણી યોજવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જ્યારે 3 ઓક્ટોબરના રોજ ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી શકશે. જ્યારે જિલ્લા પંચાયતમાં મળનારી ખાસ સભાનું અધ્યક્ષસ્થાન સંભાળવા તેમજ કાયદાની જોગવાઈ અનુસારની કાર્યરીતિ અનુસરવા માટે અધ્યાસી અધિકારી તરીકે કલેકટર શાલિની અગ્રવાલની નિમણૂક કરવામાં આવી હોવાનું . જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીઅે જણાવ્યું હતું.

બીજી તરફ જિલ્લા પંચાયત કચેરીમાં મહિલા પ્રમુખ પદ માટે નીલાબેન ઉપાધ્યાય, ઈલાબેન ચૌહાણ તેમજ માયાબેન જોષીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

બં ને પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરી શકશે
ડીડીઓ કિરણ ઝવેરીઅે જણાવ્યું હતું કે, પ્રમુખની ચૂંટણી પહેલા 3 ઓક્ટોબરે મહિલા પ્રમુખના પદ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં મહિલા ઉમેદવાર પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરી શકશે. ઉમેદવારી પત્ર ભરવાનો સમય સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે બપોરે 2 થી 3 ફોર્મની ચકાસણી તેમજ 3 થી 5 ફોર્મ પરત ખેંચી શકાશે.

ભાજપ દ્વારા લોબિંગનો પ્રારંભ કરાયો
જિલ્લા પંચાયતમાં 4 ઓક્ટોબરના રોજ પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની છે.ત્યારે ભાજપની બોડી પંચાયતમાં બેસે તેવી પ્રબળ સંભાવનાઓ જોવાઈ રહી છે. જેના માટે ભાજપ દ્વારા બળવાખોર સભ્યોને પોતાની સાથે સામેલ કરવા લોબિંગ પણ શરૂ કરાયું ં છે.

પિટિશનના લીધે તારીખ જાહેર ન કરાય
 અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાની કાર્યવાહી સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે. અેક તરફ હાઈકોર્ટમાં પિટિશન ચાલતી હોય ત્યારે વિકાસ કમિશનર પ્રમુખ પદની ચૂંટણી માટે તારીખ જાહેર કરે તે હાઈકોર્ટનું અપમાન થયું ગણાય. દિલીપ ભટ્ટ, પૂર્વ પ્રમુખ પતિ.

અન્ય સમાચારો પણ છે...