તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Dist Panchayat Health Workers Have Told The Government About Sadbhavna 040611

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ. પંચાયતના આરોગ્ય કર્મીઓએ સરકારને સદબુદ્ધિ માટે કથા કરાવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના 600 કર્મચારીઓ છેલ્લા 11 દિવસથી પોતાની 14 માંગણીઓ મુદ્દે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. સોમવારના રોજ જિલ્લા પંચાયતના સંકુલમાં આરોગ્યના કર્મચારીઓએ સરકારને સદ્બુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી સત્યનારાયણની કથા કરી હતી.

જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સંજય રાઉલજીએ જણાવ્યું હતું કે, આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલનો 11મો દિવસ છે,જેના કારણે જિલ્લાનાં 42 પીએચસી સેન્ટરોમાં આવતાં દર્દીઓને તકલીફો પડી રહી છે. સરકારને એસટી વિભાગમાં ખોટ જાય તે ન ચાલે. જે માટે તાત્કાલિક સમાધાન કરી લીધું છે,પરંતુ લોકોનાં સ્વાસ્થ્ય બગડે તેની સરકારને જરા પણ ચિંતા નથી. આરોગ્ય વિભાગના 600 કર્મચારીઓની 14 માંગણીઓ સાંભળવા પણ સરકાર પાસે સમય નથી. ત્યારે જ્યાં સુધી અમારી માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી આ અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ પન્નાબેન ભટ્ટે પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે મીટિંગ કરી તેમને અારોગ્ય વિભાગના કર્મચારીઓની માંગણી સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.

ન્યુ VIP રોડ પર વૃદ્ધાનો ગળાફાંસો ખાઇ આપઘાત
હેલ્થ રિપોર્ટર | વડોદરા

શહેરના ન્યૂવીઆઈપી રોડ પર રહેતા 80 વર્ષીય વૃદ્ધાએ રવિવારે મોડીરાત્રે પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ન્યુ વીઆઈપી રોડ પર આવેલ શ્રીજી ડુપ્લેક્સમાં અણછીદેવી પૂરણમલ કુમાવત (ઉં.વ.80) પોતાના પુત્ર અને પરિવાર સાથે રહેતા હતા. છેલ્લા ત્રણેક મહિનાથી તેમને માનસિક બીમારી હોઈ તેમની દવા ચાલી રહી હતી. રવિવારે મોડીરાત્રે સમગ્ર પરિવાર સુઈ રહ્યો હતો ત્યારે તેમણે પોતાના રૂમમાં બારીની ગ્રીલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે તેમનો પુત્ર ચા આપવા તેમના રૂમમાં જતા તેણે માતાને ફાંસો ખાધેલા જોયા હતા.આ બનાવ સંદર્ભે બાપોદ પોલીસને જાણ કરાતા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓએ સરકારને સદબુધ્ધી મળે તે માટે થઇને સોમવારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમા-સાવલી રોડના પાયલ પાર્કમાંથી પણ ચોરી
રિલાયન્સ કંપનીના લેબર કોન્ટ્રાકટરના ઘરમાં ચોરી
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

શહેર જીલ્લામાં ચોરીના બે અલગ અલગ બનાવમાં રૂા, 1.42 લાખની રોકડ સહિત સોનાચાંદીના દાગીનાની ચોરી થયાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ચોરીના પ્રથમ બનાવમાં અર્જુનસિહ જેસીંગસિહ રાઠોડે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક મહિનાથી નવા ધનોરાગામમાં સરપંચના ખેતરના ઘરમાં રહે છે. અને રિલાયન્સ કંપનીમાં લેબર કોન્ટ્રાકટર છે. જુના ધનોરમાં રહેતા તેમના મિત્ર પ્રદીપભાઈ પરષોત્તમભાઇ પરમારની પુત્રીના લગ્ન હોવાથી તેઓ રવિવારે પરિવાર સાથે લગ્નમાં સવારે 11.30 વાગ્યાના અરસામાં ગયા હતા. અને તેમના બે દીકરાઓ બપોરે 1 વાગ્યે મકાનને તાળું મારી લગ્નમાં ગયા હતા. બપોરે 2.30 વાગ્યે તેઓ લગ્નમાંથી પરત ઘરે આવ્યા હતા. ત્યારે ઘરનો નકુચો તૂટેલો જણાયો હતો. જેથી તેઓએ ઘરમાં જઇ તપાસ કરતા રોકડ સહિત સોનાચાંદીના ઘરેણાં મળી કુલ રૂ. 1.13 લાખની મતાની ચોરી થઇ હતી. તેઓએ બનાવ અંગે જ્વાહરનગરમાં ફરિયાદ નોંધાવી હતી.

ચોરીના બીજા બનાવમાં સમા સાવલી રોડ પર આવેલ પાયલ પાર્કમાં રહેતા જયેશકુમાર છોટાલાલ ભટ્ટ શનિવારે પરિવાર સાથે લગ્ન અર્થે ભરૂચ ખાતે ગયા હતા. ત્યારે તસ્કરોએ તેમના બંધમકાનને નિશાનો બનાવી રૂ. 32000ની મતાના સોનાચાંદીના દાગીનાની ચોરી કરી નાસી જતા તેઓએ હરણી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો