તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ દિવસથી નેટવર્કમાં ખામી GST રિટર્ન ભરવામાં આપદા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા ત્રણ દિવસથી નેટવર્કમાં સમસ્યા સર્જાતા જીઅેસટી રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નાણાંકિય વર્ષ 2017-18 નું ફાઇનલ રિટર્ન ભરવા માટેની અાખરી તારીખ 11 એપ્રિલ રાખવામાં અાવી છે. જો રિટર્ન ભરવા માટેની સમયમર્યાદામાં વધારવામાં નહિ અાવે તો લેટ ફી સાથે રિટર્ન ફાઇલ કરવું પડશે તેવી ભિતી વેપારીઅો વ્યકત કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નાણાંકિય વર્ષ 2017-18 માટે નું ફાઇનલ રિટર્ન જી.એસ.ટી.અાર-1 જમા કરાવવા માટેની અાખરી તા. 11-એપ્રિલ રાખવામાં અાવી છે. છેલ્લા ત્રણ દિવસથી ઓનલાઇન રિટર્ન ફાઇલ કરવા માટેની સિસ્ટમમાં નેટવર્કને કારણે સમસ્યા સર્જાઇ રહી છે. જેને કારણે ફોર્મ ભરવાની પ્રક્રિયા ધીમી ગતીએ થઇ રહી છે. ટેક્નિકલ ખામીને કારણે ફાઇનલ રિટર્ન ફાઇલની પ્રક્રિયા પૂર્ણ કરી શકાતી નથી. જેને કારણે વેપારીઓમાં રોષની લાગણી વ્યાપી છે. વેપારીઅોના જણાવ્યા મુજબ રિટર્ન ફાઇલ કરવા માટેની સમયમર્યાદામાં વધારો કરવાની માંગ કરવામાં અાવી છે. જો સમયમર્યાદા વધારવામાં નહિ અાવે તો ટેકનીકલ ખામીને કારણે વેપારીઓએ દંડ સાથે રિટર્ન ફાઇલ કરવાનો વારો અાવશે.

અન્ય સમાચારો પણ છે...