તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપની મહિલા હોદ્દેદાર અને વેપારી સાયપ્રસમાં હોવાની ચર્ચા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના અલકાપુરી વિસ્તારમાં ફરાસખાનાનો વ્યવસાય કરતો 36 વર્ષીય દિપક મહેશ્વરી નામનો યુવક ગત 30 નવેમ્બરે ઘેરથી ગાયબ થઇ ગયો હતો અને તેની ભાગીદાર નેહા પણ તે જ અરસામાં ઘેરથી ગાયબ થઇ ગઇ હતી, જેથી બંનેના પરિવારે પોલીસને જાણ કરતાં ફતેગંજ પોલીસ અને જેપી પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસ તપાસમાં બંને પરિણીત હોવાનું અને બંને સાયપ્રસ નામના દેશમાં હોવાનું જાણવા મળ્યું હતું. બંનેએ સાથે હવાઇ મુસાફરી કરી હતી કે કેમ તે સહિતના મુદ્દા પર તપાસ કરવા માટે એરપોર્ટ ઓથોરીટી પાસેથી પણ માહિતી મંગાવાઇ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસે વિદેશ મંત્રાલય પાસેથી પણ આ બંને સાયપ્રસમાં છે કે કેમ તે સહિતની માહિતી મંગાવી હતી. દરમિયાન સમગ્ર કેસની તપાસ પીએસઆઇ કક્ષાના અધિકારીને સોંપાઇ હતી. ઉલ્લેખનીય છે કે નેહા ભાજપની વોર્ડ નંબર 11ના મહિલા મોરચાની મંત્રી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેથી સમગ્ર કેસની શહેરમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...