તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Despite The Filing Of 800 Tonnes Of Chemicals Worth Rs77 Lakhs In Treatment Plants The Water Is Impure 073054

ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રૂા.73 લાખનું 800 ટન કેમિકલ નાંખ્યુ છતાં પાણી અશુદ્ધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રા રિપોર્ટર . વડોદરા | શહેરમાં પીવાનુ પાણી અશુધ્ધ આવી રહ્યુ હોવાની બૂમો ઉઠી રહી છે, છેલ્લા બે મહિનાથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાએ માઝા મૂકી છે. આ સંજોગોમાં, પાલિકાએ નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી શુધ્ધિકરણ માટે 73 લાખ રૂપિયાના ખર્ચે 800 ટન કેમિકલ નાંખ્યુ હોવા છતાં પાણી ગંદુ આવી રહ્યુ છે. એટલું જ નહીં, પાણી લીકેજની મરામત માટે પાલિકાએ ધ્યાન ન રાખતા વોર્ડ નંબર 9ની કચેરીમાં હલ્લો બોલાવવામાં આવ્યો હતો .

બે મહિનાથી પૂર્વ- દક્ષિણ વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાએ માઝા મૂકી છે
જવાબદાર ઇજનેરો વિરુદ્ધ કાર્યવાહી કરો
વાઘોડિયા ડભોઇ રીંગ રોડના નાગરિકોની ફરિયાદોના ઉકેલ માટે લડત આપતા પૂર્વ વડોદરા વિકાસ પરિષદના પ્રમુખ ભાલચંદ્ર પાઠકે અસ્વચ્છ પાણી મામલે મ્યુ.કમિશરને ફરિયાદ કરી છે. આ ફરિયાદપત્રમાં તેમણે જણાવ્યું હતું કે, નાલંદા,બાપોદ,કપૂરાઇ ટાંકી,મહેશનગર બુસ્ટર અને નંદધામ બુસ્ટર દ્વારા નાગરિકોને ચાર મહિનાથી પીળુ,ગંદુપાણી પૂરુ પડાઇ રહ્યુ છે. જેથી આ વિસ્તારના નાગરિકોને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે પોતાના ખર્ચે જગ મંગાવાયા છે અને એકવાગાર્ડ અને આરઓ સિસ્ટમ બગડી જતાં તેવા લોકોએ વારંવાર ફિલ્ટર બદલવા પડયાા છે. ગંદા પાણીના કારણે પાણીજન્ય રોગચાળામાં સેંકડોને સારવાર લેવી પડી છે તેવા ઉલ્લેખ સાથે તેમણે પાલિકાની બેદરકારીના કારણે નાગરિકોને થયેલા ખર્ચનુ વળતર આગામી વેરા બિલમાં પાણીચાર્જની બાદબાકી કરીને આપવાની તેમજ ગંદા પાણી માટે જવાબદાર ઇજનેરો વિરુધ્ધ કાર્યવાહી કરવાની પણ માંગણી તેમણે કરી છે.

પાણીનો વેડફાટ બંધ ન થતાં વોર્ડ કચેરીમાં ઇજનેરની ખુરશી પર આવેદન ચોંટાડી દીધુ
શહેરના આજવા રોડ પર છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણીની લાઇન લીકેજ થઇ રહી છે પરંતુ તેમ છતાં વેડફાઇ રહેલ પાણીનો પ્રશ્નનો હલ ન કરાતા શિવસેનાના કાર્યકરો દ્વારા વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા માટે ગયા હતા. વહીવટી વોર્ડ નંબર-9ની ઓફિસમાં કોઇ જવાબદાર અધિકારી ન મળતા કાર્યકરોએ હલ્લા બોલ કર્યુ હતુ અને નાયબ કાર્યપાલક ઇજનેરની ખુરશી ઉપર જ આવેદનપત્ર ચોંટાડી દીધું હતું. આ સમયે શિવસેનાના કાર્યકરોએ પાલિકાના અંધેરતંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, આગામી 3 દિવસમાં લીકેજ થઇ રહેલી પાણીની લાઇનનું રિપેરીંગ કામ નહી કરાય તો ન છૂટકે અમને આંદોલનની ફરજ પડશે. આજવા રોડની જય યોગેશ્વર ટાઉનશીપના 400 મકાનોમાં ગંદુ પાણી આવી રહ્યુ છે અને તેના માટે રજૂઆતનુ કોઇ પરિણામ ન આવતા દુષિત પાણીની બોટલો સાથે રહીશોએ દેખાવો કર્યો હતો.

પાલિકામાં કમિશનરને ગંદા પાણી માટે આવેદન
પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે(ભથ્થુ) ગંદા પાણી માટે લેખિતમાં ફરિયાદ કરી છે.જેમાં, પાલિકાની નિષ્કાળજીથી શહેરીજનોને પીળુ,ચીકણુ,જીવજંતુવાળુ પાણી મળે છે ગુરુવારે શહેરીજનોને જોડી મ્યુ.કમિશનરને આવેદન અપાશે

અન્ય સમાચારો પણ છે...