તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Despite Not Telling A Dj Manager At Padra College I Was Playing With The Song Quotyeh Bhagavquot 075557

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરા કોલેજમાં ડીજે સંચાલકને ના કહેવા છતાં ‘યે ભગવા’ ગીત વગાડતાં મારામારી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

પાદરા કોલેજ ખાતે ડીજે સંચાલકને ના પાડી હોવા છતાં ગીત વગાડવામાં આવતાં ઘર્ષણનાં દશ્યો સર્જાયાં હતાં. યે ભગવા રંગ ગીત વાગતાં વિદ્યાર્થીઓ ઝંડો લગાડવા ઇન્ટરનેટના ટાવર પર ચડી ગયા હતા.

મ.સ.યુનિ.સંચાલિત પાદરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શુક્રવારે ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં યે ભગવા રંગ ગાયન વાગતાંની સાથે જ અમુક વિદ્યાર્થીઓ ઇન્ટરનેટના ટાવર પર ઝંડો લગાડવા માટે ચઢી ગયા હતા. જેથી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ વચ્ચે પ્રિન્સિપાલે એક તબકકે ડીજે અટકાવી દીધું હતું. વિદ્યાર્થીઓને ટાવર પરથી ઉતારી દીધા પછી પુન: ડીજે શરૂ કરાયું હતું. ડીજે સંચાલકે ફરી એક વાર ભગવા રંગ ગાયન વગાડતાંની સાથે જ વિવાદ થતાં વિદ્યાર્થી આગેવાનોએ ડીજે સંચાલકને આ ગાયન નહિ વગાડવા જણાવ્યું હતું જેેથી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ડીજે સંચાલક અને વિદ્યાર્થી અગ્રણી સામસામે આવી જતાં ઘર્ષણ થયું હતું. જોકે ઉપસ્થિત વિદ્યાર્થીઓએ બંને જણાને સમજાવી મામલાો પતાવ્યો હતો. અમુક વિદ્યાર્થીઓએ એવા આક્ષેપો પણ કર્યા હતા કે ડીજે સંચાલક દારૂ પીને આવ્યો હતો.જેથી મનમાની કરી રહ્યો હતો. જોકે પાદરા ખાતે મારામારીની ઘટનાનો વીડિયો સોિશયલ મીડિયા પર વાઇરલ થયો હતો. યુનિ.ની કોમર્સ ફેકલ્ટી સહિતની ફેકલ્ટીઓમાં પણ ડીજે પાર્ટીઓમાં અવારનવાર ઘર્ષણના બનાવો બનતા હોય છે. તે પ્રકારે પાદરામાં મારામારીનો બનાવ બન્યો હતો.

પાદરા કોલેજ ખાતે યોજાયેલી ડીજે પાર્ટીમાં યે ભગવા રંગ ગીત વાગતાં વિદ્યાર્થીઓ ઝંડો લગાડવા ઇન્ટરનેટના ટાવર પર ચડી ગયા હતા. જેને લઇને મારામારી થઇ હતી.

ડીજે પ્રતિબંધનો સત્તાધીશોનો નિર્ણય માત્ર કાગળ પર
યુનિવર્સિટી સત્તાધીશોએ 2018માં ડીજેના મુદ્દે અવારનવાર ઘર્ષણની ઘટનાઓના પગલે પ્રતિબંધ લાદી દીધો હતો. વિદ્યાર્થી આગેવાનો વારંવાર ડીજેના કાર્યક્રમો કરીને શિક્ષણ કાર્યને ખલેલ પહોંચાડતા હોવાના કારણે તથા મારામારીની ઘટનાના પગલે પ્રતિબંધ લદાયો હતો. જોકે આ પ્રતિબંધ કાગળ પર છે.

બાઇક પરથી પડી જતાં સાવલીના વૃદ્ધાનું મોત
હેલ્થ રિપોર્ટર | વડોદરા

સાવલી તાલુકાના લામડાપુરા ગામના પિપળાવાળા ફળિયામાં રહેતા શકુંતલાબહેન મણિલાલ વસાવા (ઉવ.42) અને તેમની દીકરી રિયા બીમાર હોવાથી તેઓ પોતાના પાડોશી મુકેશભાઇ વસાવા સાથે સારવાર માટે મંજુસર હોસ્પિટલ ખાતે રિયાની સારવાર કરાવીને પરત આવતી વેળા મંજુસર ગામ પાસે એક કંપનીના ગેટ પાસે ટેન્કરે બાઇકને અડફેટે લેતા તેઓ તેઓ બાઇક પરથી રિયા સાથે ઊછળી પડ્યા હતા. એસએસજીમાં શનિવારે વહેલી સવારે તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો