- Gujarati News
- National
- Vadodara News Deployment Of Illegal Vendors At The Station Railway System Silent Audience 080057
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્ટેશન પર ગેરકાયદે વેન્ડરોનો જમાવડો, રેલવે તંત્ર મૂક પ્રેક્ષક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા
વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્ટોલ ધારકો ગેરકાયદે વેન્ડરો રાખી રહ્યા છે. પ્લેટફાેર્મ નંબર 4-5 પર સ્વાતિ કેટરરની ટી શર્ટ પહેરેલો માણસ તેમના સ્ટોલ પાસે ફરતો નજરે પડ્યો હતો. રેલવે સ્ટેશન સ્થિત કોમર્શિયલ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ સ્વાતિ સ્ટોલ ધારક દ્વારા કોઇ માણસ માટે અરજી થઇ નથી કે અમે તેને મંજૂરી અાપી નથી.
વડોદરા રેલવે સ્ટેશન પર ગેરકાયદે વેન્ડરનો વિષય ખૂબ મોટો છે. પરંતુ સ્ટેશન પર સ્ટોલ ધારકોને રેલવેની નવી પોલિસી મુજબ વેન્ડર રાખવાની મંજૂરી અપાય છે. જે વેન્ડરો કયા સ્ટોલના છે તે માહિતી મળી રહે તે માટે તેમની અોળખ સમાન સ્ટોલના નામ અને સ્ટેશનના નામ સાથે પ્લેટફોર્મ નંબર લખેલી ખાસ ટી શર્ટ તેમને પહેરવાની હોય છે. પ્લેટફોર્મ નંબર 4-5 ખાતે અાવેલા સ્વાતિ કેટરરના સ્ટોલ પરથી કોઇ વેન્ડર માટે અરજી અાવી ન હોવા છતાં તેમના સ્ટોલ પર માણસાે ફરી રહ્યા છે. અા અંગે ડેપ્યૂટી અેસ.અેસ.કોમર્શિયલ તુલસી રામને પૂછતાં કોઇ અરજી ન હોવાનું અને મંજૂરી ન હોવાનું કહ્યું હતું. સ્ટેશન પર રહેમરાહે કે મિલીભગતથી અાવાં તત્ત્વો પોષાય છે.
RPF અને કોમર્શિયલ વિભાગ કાર્યવાહી કરશે
 અા અંગે કોમર્શિયલ વિભાગ અને અારપીઅેફને જાણ કરાશે. તેઅો કાર્યવાહી કરશે. રેલવે સ્ટેશન પર અાવાં કોઇ તત્ત્વોને ચલાવી નહીં લેવાય મંજૂરી વગરના વેન્ડરોને બંધ કરાશે : ખેમરાજ મીણા, પીઅારઅો