તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Departure Of Five Thousand Devotees Of Patni Society To Por With The Chariots Of Baldi Dev 075517

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળિયાદેવના રથ સાથે પટણી સમાજના પાંચ હજાર ભક્તોનું પોર તરફ પ્રસ્થાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડોદરા | ગાયકવાડી સમયથી શહેરનો પટણી સમાજ હોળીની સાતમ-આઠમ પછીના શનિ-રવિવારે શણગારેલાં બળદગાડાં અને ઊંટગાડાં સાથે બળિયાદેવનો રથ લઈ 25 કિમી દૂર પોર ગામના બળિયાદેવ મહારાજના મંદિરે જઈ હવન કરે છે. 14 માર્ચના રોજ રાતે 8 વાગે 5 હજારથી વધુ પટણી સમાજનાં લોકો બળિયાદેવનો રથ લઈને પોર જવા નિકળ્યાં હતાં.

પટણી સમાજનાં દિપીકાબેન પટણીઅે જણાવ્યું હતું કે, શહેરમાં વસતા પટણી સમાજ દ્વારા હોળી બાદ આવતા શનિવાર અેટલે કે 14 માર્ચના રોજ વાજતે-ગાજતે બળિયાદેવ મંદિરે જવા માટે ગેંડીગેટ ટાવર નજીકથી સંઘને પ્રસ્થાન કરાવ્યો હતો.

સંઘમાં 150 જેટલાં શણગારેલાં બળદગાડાં-ઊંટગાડાં, બળિયાદેવ મહારાજનો રથ તેમજ ભાવિકો ભજન-કીર્તનની ધૂન સાથે જોડાયાં હતાં. સંઘ 15 માર્ચના રોજ સવારે 5 વાગે પોર સ્થિત બળિયાદેવ મહારાજના મંદિરે પહોંચશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો