તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Demonstration Of Women Against Unilateral Behavior Of Police In Conflicts Planning Navratri 080131

નવરાત્રીના આયોજનની તકરારમાં પોલીસના એકપક્ષીય વર્તન સામે મહિલાઓની રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાણી સોખડા રોડ પર શ્રીનંદનગરમાં રહેતી વિનીતા સિંગ કપિલ ઠાકુર અને સોસાયટીની અન્ય મહિલાઓ બુધવારે લોક દરબારમાં પહોંચીને અરજી આપી હતી કે તેમની સોસાયટીમાં નવરાત્રીની મિટિંગ બાદ બોલાચાલી થતાં રમેશ શર્માએ તેમના પતિ સામે ફરિયાદ કરી હતી ,જેથી તેમણે પણ સામે રમેશ શર્મા વિરુદ્ધ અરજી કરી હતી. ત્યારબાદ કપિલ ઠાકુરની સોમવારે પોલીસે ધરપકડ કરી લોકઅપમાં જ રાખ્યા હતા. મંગળવારે કપિલને નર્મદા ભુવન લઇ જઇ જામીન મુક્ત કર્યા હતા. જો કે રમેશ શર્મા સહિતના 4ને પોલીસે સીધા નર્મદા ભુવન લઇ જઇને જામીનમુક્ત કર્યા. મહિલાએ આ બાબતે પૂછતાં પોલીસે એકપક્ષીય વર્તનકરી ઉડાઉ જવાબ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...