તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Demonstration Of Living With The Demands Of 39mayor Promise Forgive Water Tax39 080023

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘મેયર વચન પાળો, પાણી વેરો માફ કરો‘ની માગ સાથે રહીશોનું પ્રદર્શન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક વર્ષ સુધી પાણીની સમસ્યાથી પિડીત પૂર્વ અને દક્ષિણ વિસ્તારની 50થી વધુ સોસાયટીના રહીશોએ શનિવારે સાંજે વાઘોડિયા ડભોઇ રીંગ રોડ સ્થિત ગુરુકુળ ચાર રસ્તા ખાતે માનવસાંકળ રચીને અનોખું વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

અત્રે નોંધનીય છે કે ડીસેમ્બર 2018માં કાળા રંગના પાણીથી પ્રશ્ન ઉભો થયો હતો અને દસ મહિના સુધી કાળા,પીળા,ડહોળા પાણીની સમસ્યા યથાવત રહેવા પામી હતી. એટલું જ નહીં, અળસિયાવાળુ,ચીકણુ,પોરાવાળુ,જીવડાવાળુ પણ પાણી પાલિકાએ આપ્યું હતું. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારની છ લાખ જનતાએ પાલિકાનું પાણી એક વર્ષ સુધી પીધુ ન હતુ અને તેની સામે રૂા.20ની કિંમતના જગના રૂા.50 ચૂકવ્યા હતા અને તેના માટે કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા.દસ મહિના સુધી આ કફોડી સ્થિતિ રહ્યા બાદ બે મહિના સુધી પાણીનું પ્રેસર જ ઘટી ગયુ હતુ અને તેના કારણે પાણી મળતુ જ બંધ થઇ ગયું હતું.

પાલિકાએ પૂર્વ અને દક્ષિણ વિસ્તારના રહીશોને પાણીવેરા સહિતના વેરાની ચૂકવણી માટે ડીસેમ્બર મહિનામાં વેરા બિલો આપ્યા હતા અને નાગરિકો પાણી લીધા વગર પાલિકાને પાણીવેરો આાપી રહ્યા છે.

શહેરમાં હજુ પણ પાણીનો યક્ષ પ્રશ્ન યથાવત છે ત્યારે પાલિકાની આંખ ખુલવા માટે પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુ)ની આગેવાનીમાં શનિવારે સાંજે પાંચ વાગે પરિવાર ચાર રસ્તાથી સોમા તળાવ વચ્ચે આવેલા ગુરુકુળ ચાર રસ્તા ખાતે માનવસાંકળ રચવામાં આવી હતી. જેમાં, મેયરશ્રી આપેલુ વચન પાળો, પાણી વેરો માફ કરો, જગથી પાણી પીધુ તો શું તેનું વેરા બિલ આપવાનું ? જેવા લખાણવાળા બેનરો સાથે રહીશોએે દેખાવો કર્યો હતો.

એક કિલોમીટર લાંબી માનવસાંકળનુ નેતૃત્વ લેનાર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ નાગરિકોની વેદના છે અને પૂર વખતે તો કોઇ સહાય ચૂકવી ન હતી અને પાણી આપ્યુ નથી તો તેનો વેરો શા માટે ? મેયરે પણ સભામાં અધ્યક્ષસ્થાનેથી પાણીપિડીત રહીશોને ન્યાય આપવાની વાત કરી હતી તો વેરા બિલો કેમ પાયા ? તેવા સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો