તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેગંજના પોલીસ કર્મીઓની ત્વરિત બદલી કરવા માગણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રહસ્યમય રીતે ગુમ શેખ બાબુના પરીવારજનોએ પોલીસ કમિશ્નર કચેરીએ આવેદનપત્ર આપી ફતેગંજ પોલીસ મથકના તમામ જવાબદાર કર્મચારીઓની બદલી કરવા માંગ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર રહસ્યમય રીતે ગુમ થયેલા શેખબાનું ઉર્ફે શેખ રહીમ શેખ નઝીરના પરિવારજનો સગા સંબંધીઓએ આજે પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે શેખ બાબુ ગત 10મી ડિસેમ્બરથી ફતેગંજ પોલીસ મથકમાંથી ગુમ થયા છે. શેખ બાબુનું ફતેગંજ પોલીસ મથકની અંદર જ પોલીસના મારથી મૃત્યુ હોવાની શંકા છે. તેથી બાબુ શેખની અટકાયત કોણે કરી ? કયા ગુના હેઠળ પોલીસ મથકે લઈ ગયા ? શેખ બાબુ ગુમ થયા હોવાની નોંધ સયાજીગંજ પોલીસ મથક, ફતેગંજ પોલીસ મથક અને જે.પી. પોલીસ મથકમાં કરવામાં આવી હતી તો પોલીસે તેમાં તપાસ શુ કરી ? શેખ બાબુની રહસ્યમય રીતે હત્યા થઈ હોવાની આશંકાએ ફતેગંજ પોલીસ મથકના જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક ફરીયાદ નોંધવા માટે પોલીસ કમિશનર કચેરી ખાતે માંગ કરી છે.

શેખ બાબુનુ કસ્ટોડિઅલ ડેથ થયાની આશંકા સાથે પરિવારજનોની પો. કમિશનરને રજૂઆત

જવાબદાર પોલીસ કર્મીચારી સામે ફરિયાદ નાેંધો

અન્ય સમાચારો પણ છે...