યુનિ.માં એટીકેટીની જંગી ફીમાં ઘટાડો કરવા માગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એમ.એસ. યુનિ.માં એટીકેટીની જંગી ફીમાં ઘટાડો કરવાની સાયન્સ ફેકલ્ટીના આઇશા ગ્રૂપે માગણી કરી છે. સાયન્સ ફેકલ્ટીમાં બીએસસીમાં 900 રૂપિયા તથા એમએસસીમાં 1300 રૂપિયા ફી લેવામાં આવે છે. વિદ્યાર્થીની એક વિષયમાં એટીકેટી હોય કે એકથી વધારે વિષયમાં, પરંતુ તેમણે નક્કી કરેલી ફી ભરવી પડતી હોય છે.

યુનિવર્સિટીમાં એટીકેટીની જંગી ફીમાં ઘટાડો કરવાની માગ સાથે આઇશા ગ્રૂપના નીતિનસિંહ બારડની આગેવાનીમાં વિદ્યાર્થીઅોઅે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, સતત વધતા જતા મોંઘા શિક્ષણ વચ્ચે યુનિવર્સિટી છેલ્લાં 4-5 વર્ષથી એટીકેટીની ફીમાં સતત વધારો કરી રહી છે. વિદ્યાર્થીઓ પાસેથી 900 થી 1300 રૂપિયા જેટલી જંગી ફી વસૂલ કરવામાં આવી રહી છે. રાજ્યની અન્ય કોલેજ-યુનિવર્સિટીમાં એક વિષય દીઠ 120 થી 150 જેટલી ફી છે.

બેચલરમાં ~900 અને માસ્ટરમાં ~1300 ફી

અન્ય સમાચારો પણ છે...