તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબે સ્કૂલના સંચાલકાે સામે ફરિયાદ દાખલ કરવાની માગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | હરણી ખાતે ચાલતી અંબે વિદ્યાલય શાળા સ્થળ ફેરફારની મંજૂરી- પરવાનગી વગર ચાલતી હોવાને કારણે શાળા બંધ કરવાની સંચાલકો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાની માગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા શાસનાધિકારીને કરવામાં અાવી હતી.

કારેલીબાગના વીઆઇપી રોડ પર આવેલી અંબે વિદ્યાલયના સંચાલકોઅે પૂર્વ મંજૂરી વગર હરણી ખાતે શાળા ચલાવવામાં અાવતી હોવાની વાતને નકારી કાઢી હતી અને શાળા શરૂ કરવા માટે જરૂરી શાળા સંકુલનું વપરાશ સર્ટિફિકેટ, શાળા સંકુલનું કંમ્પ્લિશન સર્ટિફિકેટ, તથા ફાયર સેફ્ટી સર્ટિફિટેક થોડા સમયમાં અાવી જશે તેમ 1 4 માર્ચ-19 ના રોજ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવી શાળા સંકુલ શરૂ કરી દેવામાં અાવ્યું હતું. પરંતુ સંચાલકો દ્વારા અાજદિન સુધી કોઇ પણ ડોક્યુમેન્ટ જમા ન કરાવ્યા હોવાના અાક્ષેપ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નલિન મહેતા અને નરેન્દ્ર જયસ્વાલ દ્વારા અાક્ષેપ લગાડવામાં અાવ્યા હતા. શુક્રવારે શાસનાધિકારીને પત્ર લખીને મંજૂરી વગર શાળા ચલાવતા સંચાલકોની શાળાનું સંકુલ બંધ કરવા અને સંચાલકો સામે ફોજદારી રાહે ફરિયાદ દાખલ કરવાની માગ કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો