તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Demand For Madhu Srivastava To Be Removed From The Voting Area Till April 23 074137

મધુ શ્રીવાસ્તવને 23 એપ્રિલ સુધી મત વિસ્તારમાંથી દૂર કરવા માગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે ફોજદારી રાહે કાર્યવાહી તેમજ 23 એપ્રિલ સુધી ધારાસભ્યને વડોદરા લોકસભા બેઠક વિસ્તારમાંથી દૂર કરવા માટે વડોદરા શહેર કોગ્રેસના પ્રવક્તા શૈલેષ અમીને ચૂંટણી પંચના મુખ્ય નિરીક્ષક શર્મિષ્ઠા મૈત્રાને લેખિતમાં રજુઆત કરી હતી.

શૈલેષ અમીને વધુમાં જણાવ્યું કે, જાહેરમાં મતદારોને ધમકી આપનાર મધુ શ્રીવાસ્તવ સામે કોઇ ઠોસ કાર્યવાહી નહીં થાય. તો મુક્ત અને ન્યાયિક ચૂંટણી થવી શક્ય નથી. જાહેરમાં મતદારોને ધમકી આપનાર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના કેસમાં ભીનુ સંકેલી રહી છે. પરંતુ જો તેઓને વડોદરા લોકસભા બેઠક મતવિસ્તારમાંથી ચૂંટણી સુધી દૂર કરવામાં નહીં આવે તો. હું તા.18 અને 19 એપ્રિલના રોજ ચૂંટણી અધિકારી સામે આંદોલન કરીશ. શૈલેષ અમીને નિરીક્ષક શર્મિષ્ઠા મૈત્રાને મધુ શ્રીવાસ્તવ સામે થયેલી અત્યાર સુધીની કાર્યવાહી બાબતે ઉદભવેલા પ્રશ્નો પણ જણાવ્યાં હતાં. જેમાં મધુ શ્રીવાસ્તવે 3 એપ્રીલના રોજ જાહેર સભામાં મતદારોને ધમકી આપી હતી,જેનો વિડિયો પણ એઆરઓ દ્વારા ઉતાર્યો હતો.ત્યારે વાઘોડિયા એઆરઓ દ્વારા કેમ સુઓમોટો કરી એક્શન ન લેવામાં આવ્યાં ? 6 એપ્રીલ અને 9 એપ્રીલના રોજ બાબતે ફરિયાદ કરી હતી. તેમ છતા મને ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટીસ અંગે કોઈ માહિતી, ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલા જવાબની કોપી તેમજ પોલીસનો ઈન્કવાયરીનો લેટર મને કેમ આપવામાં આવ્યો નથી ? વાઘોડિયાની સભાનો વિડિયો રેકોર્ડીંગની મે 10 એપ્રીલના રોજ માંગણી કરી હતી. જે વિડિયો રેકોર્ડીંગની કોપી મને હજુ સુધી કેમ આપવામાં આવી નથી ? તેવા સવાલ ઉઠાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...