પાર્સલ ચોરીમાં સંડોવાયેલા ડિલિવરી બોયની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેમેઝોન કંપનીના 6 મોબાઇલ સહિત રૂ.1.12 લાખનાં પાર્સલોની ચોરી કરવાના બનાવમાં સંડોવાયેલા અારોપીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે અારોપીના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

બનાવની વિગત અેવી છે કે, પ્રફુલભાઈ બારીયાઅે 7 મેના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની કંપનીમાં 19 વર્ષીય જૈમીન ધોબી નામના છોકરાને ટેમ્પરરી કામે રાખ્યો હતો. જેને 7 મેના રોજ અેમેઝોન કંપનીના 7 મોબાઇલ સહિત રૂ.1.12 લાખનાં પાર્સલોની ડિલિવરીની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ જૈમીને જણાવ્યું કે તે સાંજે જયરત્ન ત્રણ રસ્તા પાસે અચાનક ચક્કર આવતાં પડી ગયો હતો. આ દરમિયાન કોઈ વ્યક્તિઅે તેનાં પાર્સલોની ચોરી કરી લીધી હતી.

પરંતુ સમગ્ર બનાવ શંકાસ્પદ જણાંતો હોઈ પોલીસે તપાસ કરતાં જૈમીન ધોબી (રહે-શાંતિસાગર સોસાયટી,વાડી) અને તેના મિત્ર પાર્થ પટેલ (ઉ.વ-25-રહે-શ્યામલ બંગલો,વાઘોડિયા રોડ) બંનેઅે આ ચોરી કરી હોવાનું ખૂલવા પામ્યું હતું. પોલીસે અા બનાવમાં જૈમીન ધોબીની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...