તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SC-ST વેન્ડર્સની સેવાઓનું યોગદાન વધારવા નિર્ણય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાં પ્રથમ વખત રીજનલ એસ.સી-એસ.ટી કોન્ક્લેવનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા પ્રમાણે 700 જેટલા ઉદ્યોગ સાહસિકોએ તેમાં ભાગ લીધો હતો. એસ.સી-એસ.ટી.વેન્ડરોની ઉદ્યોગમાં માલસામાન તથા સેવાઓની ભાગીદારી હાલ 0.5 ટકા છે. સરકાર દ્વારા તેમની ભાગીદારી વધારીને 4 ટકા સુધી પહોંચાડવા માટેનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સરકાર દ્વારા વિવિધ શહેરોમાં 48 જેટલા કોન્કલેવનું આયોજન કરીને એસ.સી- એસ.ટી વેન્ડર્સના માલસામાન તથા સેવાઓનું યોગદાન વધારવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.અત્યાર સુધી 37 કોન્કલેવનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે.39મું કોન્કલેવ વડોદરા ઓ.એન.જી.સી ખાતે યોજવામાં આવ્યું હતું.જેમાં 700 જેટલા એસ.સી-એસ.ટી ઉદ્યોગ સાહસિકો જોડાયા હતા. એસ.સી-એસ.ટી ઉદ્યોગ સાહસિકોની સેવાઓ અને માલસામાનનું યોગદાન હાલ 0.5 ટકા જેટલું છે.જેને 4 ટકા સુધી પહોંચાડવા માટેનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સરકાર દ્વારા નક્કી કરવામાં અાવ્યું છે.

જેને પ્રોત્સાહન આપવા માટે તથા સંબંધિત જરૂરી માહિતી પૂરી પાડવા માટે કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરા ખાતે યોજાયેલા કોન્ક્લેવમાં પી.એસ.યુ કંપનીઓ પણ જોડાઇ હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો