તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરથૂથુંવાળુ પાણી પી જતાં પરિણીતાનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂલથી મોરથૂથુંવાળુ ઝેરી પાણી પીધા બાદ તબિયત લથડતાં સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ શહેર વિસ્તારની પરિણિતાનું મોત નિપજ્યું હતું. શહેરના સુધરાઇ સ્ટોરના ખાંચામાં રહેતા મહંમદ ફરિદ શેખ ગેરજનું અને બેન્ડનું કામ કરે છે. તેમના પત્ની સરતાજબાનુ ગત 28મીએ મોરથૂથુંવાળુ પાણી ભૂલથી પી ગયા હતા. ત્યારબાદ તેમની અચાનક તબિયત લથડતા તેમને એસએસજી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યાં હતા. પણ રવિવારે બપોરે 12 વાગ્યાના સુમારે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સિટી પોલીસના જણાવ્યા મુજબ તાજિયા માટે લાહી બનાવવા માટે મોરથૂથુંવાળું પાણી તૈયાર કરીને બોટલમાં મૂક્યું હતું. દરમિયાન શરબત સમજીને સરતાજબાનુ ગટગટાવી ગયા હતા. ત્યારબાદ તેની અસર થઇ હતી. આ ઘટના અંગે સિટી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...