PM સાથે સંવાદ કરનાર ડેસરની યુવતીનું પ્રસૂતિ દરમિયાન મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેસર તાલુકાના વાલાવાવ ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તા.23 ઓગસ્ટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઈ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. તેમાં વડોદરા જિલ્લામાંથી માત્ર ડેસર તાલુકાના વાલાવાવ ગામની પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં કુલ 1.15 લાખ પ્રધાનમંત્રી આવાસનું નિર્માણ કરાયું હતું. તે પેકી વડોદરા જિલ્લામાં 1885 આવાસ રૂ .28.17 કરોડના ખર્ચે તૈયાર કરાવી. ઈ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. તેમાં વાલાવાવ ગામની પરિણીતા લાભાર્થી કિંજલબેન ભદ્રેશસિંહ પરમારે 23 ઓગસ્ટે બપોરે 12.30 વાગે એલઈડી મારફતે વલસાડના જુજવા ખાતે ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાથે વાત કરી હતી.જ્યારથી કિંજલ પરમારે વડાપ્રધાન સાથે વાત કરી હતી.

પરંતુ ગરીબ પરિવારમાં આ ખુશી ઝાઝુ ટકી શકી નહીં અને કિંજલ પરમારને પ્રસૂતિ માટે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઇ હતી. ત્યાં સારવાર કરાયા બાદ પણ બ્લિડિંગ બંધ નહીં થતા વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તા.11 એપ્રિલના રોજ ટૂંકી સારવાર કરાયા બાદ તેનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...