ડભોઇ રોડના યુવકે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ડભોઇ રોડના વુડા મકાનોના જય નગરમાં ધર્મેશ પૂનમ પરમાર (ઉવ.30) પોતાના પરિવાર સાથે રહે છે. તેણે ગત 26મી સપ્ટેમ્બર, ગુરુવારના રોજ રાતના 9.00 વાગ્યાના સુમારે કોઇ અગમ્ય કારણોસર પંખા પર દુપટ્ટાનો ગાળિયો બનાવીને ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યાે હતાે. તેણે કયાં કારણોસર આપઘાત કર્યો છે તે બાબતે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...