• Gujarati News
  • National
  • Vadodara News Dabhoi Cavadia Railway Link Project 84 Of Land Acquisition Work Completed 074132

ડભોઇ કેવડિયા રેલવે લિંક પ્રોજેક્ટ, જમીન સંપાદનનું 84 ટકા કામ પૂર્ણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેવડિયા સ્થિત વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશ-વિદેશનાં પર્યટકોને આકર્ષી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર કેવડિયા સુધી પર્યટકો આરામથી પહોંચી શકે તે માટે રોડ, રેલવે અને અેરપોર્ટની સુવિધા ઊભી કરી રહી છે. જેમાં ડભોઈ-કેવડિયા રેલવે લિંક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ રેલવે લિંક પ્રોજેક્ટમાં વડોદરા જિલ્લા તંત્ર દ્વારા જમીનોના સંપાદનનું 84 ટકા કામ પૂરું કરીને જમીન ધારકોને રૂ.17 કરોડથી વધુ રકમ વળતર પેટે ચૂકવવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ડભોઇના પ્રાંત અધિકારી હિમાંશુ પરીખની આગેવાની હેઠળ સમગ્ર તાલુકા તંત્ર આ કામગીરી સમયસર પૂરી કરવા માટે કાર્યરત છે.

ડભોઇ તાલુકાના ડભોઇ સહિત ફુલવાડી, ભાલોદરા, થરવાસા અને બગલીપુરા જેવાં 14 ગામોની કુલ 6,20,498 ચોરસ મીટર જમીન સંપાદન કરવાની આવશ્યકતા હોવાની દરખાસ્ત રેલવે તંત્ર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આપી હતી. આ પૈકી 5,19,207 ચો.મી. જમીનના સંપાદન કરવાના આદેશો કરી દેવાયા છે. સંબંધિત જમીન માલિકોને પ્રોજેક્ટ માટે આપેલી જમીનોના વળતર માટે રૂ.17.91 કરોડ ચૂકવાયા છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે બાકીની 16 ટકા જેટલી એટલે કે 1,01,291 ચો.મી. જમીન સંપાદનની કામગીરી પૂર્ણતાને આરે છે. આ જરૂરી પ્રાથમિક અને વૈધાનિક પ્રક્રિયાઓ સ્થાનિક સ્તરે પૂર્ણ કરીને જમીન સંપાદન અધિનિયમની કલમ 19(1) હેઠળ દરખાસ્ત સરકારની મંજૂરી માટે મોકલી છે. દરખાસ્તો મળ્યાના 60 દિવસની નિર્ધારિત મુદત પછી મંજૂરીને પાત્ર બને છે. 27 મી માર્ચના રોજ મંજૂરી મળવાની સંભાવના છે અને તેની સાથે આ મહત્ત્વની કામગીરી પૂર્ણ થઈ શકશે.

5,19,207 ચો.મી. જમીન સંપાદન કરવાના આદેશો કરાયાં

જમીન ધારકોને રૂ.17 કરોડથી વધુ રકમ વળતર પેટે ચૂકવાઈ

અન્ય સમાચારો પણ છે...