તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Currently There Will Be A Cloudy Environment With No Chance Of Thunderstorms 080200

હાલમાં વાદળછાયું વાતાવરણ રહેશે, માવઠાની શક્યતા નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોર્થ પાકિસ્તાન વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયો છે,જેનો ટર્ફ રાજસ્થાન સુધી રહેલો હોવાના પગલે તેની અસરથી વડોદરામાં પણ આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના હવામાન વિભાગે કરી છે. જેને પગલે ઠંડીની અસર હાલ પૂરતી નહીં વર્તાય તેમ મનાઇ રહ્યું છે.

જોકે આ વાદળોના પગલે કમોસમી વરસાદ વરસે તેવી સંભાવના ઓછી વર્તાઈ રહી હોવાનું પણ હવામાન વિભાગ જણાવી રહ્યું છે. બીજી તરફ શહેરમાં મંગળવારના રોજ દિવસ ઉકળાટ ભર્યો રહ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાનનો પારો 33.4 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાનનો પારો 22.2 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગના અનુસાર, બુધવારના રોજ વાતાવરણમાં વાદળો છવાયેલા રહી શકે છે,તેમજ લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે. હાલ શહેરમાં પૂર્વની દિશામાંથી પવનો ફુંકાઈ રહ્યાં છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના પગલે પવનોની ગતિ પણ અસ્ત-વ્યસ્ત રહેતા હાલ ઠંડા પવનો ફુંકાય તેવી સંભાવના પણ ઓછી રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...