તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ક્રાઇમ રેટમાં 7%નો ઘટાડો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં વર્ષ 2018ની સરખમણીએ વર્ષ 2019ના ક્રાઇમ રેટમાં 7 % ટકા ઘટાડો થયો છે. 2018ના વર્ષમાં ભારે ગુનાઓ જેમાં ખૂન , ખૂનની કોશિષ, ઇજા જેવા શરીરસંબધી ગુનાઓ અને મિલ્કત સબંધિત ગુનાઓ જેમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓ, ઠગાઈ અને છેતરપિંડીના ગુનાઓનો સમાવેશ થાય છે. વર્ષ 2018 માં આવા 3009 ગુનોઓ નોંધાયા હતા. જેની સરખામણીએ વર્ષ 2019માં આ ગુનાઓમાં ઘટાડો થતા કુલ 2821 ગુનાઓ નોંધાયા હતા. જે 2018 ની સરખામણીમાં 2019૯ના વર્ષમાં 188 ગુનાઓ ઓછા નોંધાયા હતા.

જેમાં શરીર સંબંધીત ગુનાઓ જોતાં 2018 ના વર્ષમાં ખુનના નોંધાયેલા ગુનાઓની સરખામણીમાં 2019ના વર્ષમાં ખુનના 23 ગુનાઓમાં ધટાડો થયો હતો ,જેમાં 70% ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. 2018 ના વર્ષમાં ખુનની કોશીષના ગુનાઓની સરખામણીએ

2019 ના વર્ષમાં 7 ગુનાઓનો ઘટાડો થયાહતી. જેમાં21 % ટકા જેટલો ઘટાડો થયો હતો. તેમજ ઇજાના ગુનાઓમાં 12 ગુનાઓનો ઘટાડો થયો હતો, જે 5 % ટકા જેટલો ઘટાડો થયો હતો. તથા અપહરણના ગુનાઓમાં 19 ગુનાઓનો ઘટાડો થયો હતો. જે 15 % ટકા જેટલો ઘટાડો થયો હતો. મિલ્કત સંબંધીત ગુનાઓમાં વર્ષ 2018 ની સરખામણીએ 2019ના વર્ષમાં લુંટના 51 ગુનાઓનો ઘટાડો થયો હતો. જે 53 % ટકા જેટલો ઘટાડો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો