તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાયમંદિરમાં મ્યૂઝિયમ બનાવો ઃ ધારાસભ્યોને રજૂઅાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યાયમંદિર બચાવો આંદોલન અંતર્ગત આજે વડોદરાના વેપારીઓ-નાગરિકોએ એકત્ર થઇને બેનર્સ સાથે મૌન વિરોધ કર્યો હતો. આ ઉપરાંત આગામી દિવસોમાં આંદોલન અંતર્ગત વડોદરાના સામાન્ય નાગરિકો સુધી પહોંચવા માટે શહેરભરમાં પત્રિકાઓ વહેંચાશે. એટલું જ નહીં હવે વેપારીઓ અને નાગરિકો શહેરના ધારાસભ્યોને પણ ન્યાયમંદિર બચાવવા અને સિટી મ્યુઝિયમ બનાવવા માટેની રજૂઆત કરશે.

ન્યાયમંદિર પાસે બુધવારે સાંજે યોજાયેલી ઔપચારિક બેઠકમાં વડોદરા વેપાર વિકાસ એસો.અને નવચેતના ફોરમના અગ્રણીઓ સહિતના નાગરિકો એકત્ર થયા હતા. આ આંદોલનના અગ્રણી કીર્તિ પરીખે જણાવ્યું કે, ‘ આજે ન્યાય મંદિરને બચાવવાના મુદ્દે 50 લોકો ભેગા થયા છે પણ અમે 500 અને 5,000 છેવટે સમગ્ર શહેરના નાગરિકોને આવરી લેવા માટે જાગૃતિ વિશેની હજારો પત્રિકાઓ તૈયાર કરીને વહેંચીશું. એટલું જ નહીં ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર અને ન્યાયમંદિર સાથે સંકળાયેલા તમામ તંત્રોના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત આગામી દિવસોમાં કરીશું. જ્યારે વેપાર વિકાસ એસો.ના કન્વીનર પરેશ પરીખે જણાવ્યું હતું કે, ‘મંગળબજાર અને આસપાસના વિસ્તારમાં સ્થાનિક અને બહારગામના લોકો જ નહીં પણ એનઆરઆઇ પણ ખરીદી કરવા આવતા હોય છે. અહીં પોલીસથાણું બને તો અમારી ઘરાકી ઘટી જાય એમ છે.

ન્યાયમંદિરની ઇમારતને બચાવવાની માગ સાથે વેપારીઓ અને નાગરિકો દ્વારા દેખાવો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો