તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ 5ના કાઉન્સિલરનું નિધન, BJPનું સંખ્યાબળ ઘટી 58 થયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 5ના ભાજપના કાઉન્સિલર મોહનભાઇ વસાવાનું હૃદયરોગના હુમલાથી નિધન થતાં કુલ કાઉન્સિલરોનું સંખ્યાબળ 75નું થયું છે અને ભાજપનું સંખ્યાબળ 59થી ઘટીને ફરીથી 58નું થયું છે. સદ્ગતના માનમાં પાલિકાની તમામ કચેરીઓ તેમજ શિક્ષણ સમિતિની શાળાઓમાં શુક્રવારે રજા જાહેર કરાઈ હતી.

કાઉન્સિલર સ્થાયી સમિતિના સભ્ય હતા અને અગાઉની સ્થાયી સમિતિમાં તેમણે પીળા પાણી મામલે ઉગ્ર રજૂઆતો કરી હતી. કાઉન્સિલરના અવસાન બાદ છ મહિનામાં પેટાચૂંટણી યોજવાનો શિરસ્તો છે, પણ પાલિકાની સામાન્ય ચૂંટણી નવેમ્બરની આસપાસ યોજાય તેમ હોવાથી પેટાચૂંટણી યોજાવાની શક્યતા પર પૂર્ણવિરામ મૂકાયું છે. કાઉન્સિલરના માનમાં મ્યુ.કમિશનરે રજા જાહેર કરતો પરિપત્ર ઇશ્યૂ કર્યો હતો, પરંતુ પાલિકાની વડી કચેરીમાં મિટિંગ રખાતાં વિવાદ સર્જાયો હતો. પાલિકાએ કોરોના અને વડાપ્રધાનના વડોદરાના કાર્યક્રમ માટેની પૂર્વતૈયારી મામલે ચર્ચા કરવા ઉચ્ચાધિકારીઓની બેઠક રાખી હતી અને સદ્ગત કાઉન્સિલરના માનમાં બે મિનિટનું માૈન પળાયું હતું.

સદગત મોહનભાઈ વસાવાના માનમાં પાલિકામાં રજા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો