તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UKની કંપનીમાંથી કોન્ટ્રાક્ટ મળ્યો છે કહી ~1.20 કરોડ ખંખેરી લીધા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લંડન સ્થિત કંપની તરફથી દેશના વિવિધ શહેરોમાં કંન્સ્ટ્રક્શન માટે કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું જણાવી રૂ.4 હજાર કરોડના બોગસ બોન્ડના આધારે ફરિયાદી પાસેથી રૂ.1.20 કરોડ ખંખેરી લેનારા ચાર ગઠિયાઓ સામે વેપારીઅે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નિઝામપુરા આત્મરાજ સોસા.માં આવેલા ભવર બંગલોમાં રહેતા ભવરલાલ લક્ષ્મીનારાયણ ગૌડ (ઉ.વ.58) શહેરમાં ભવર ટ્રાન્સપોર્ટ નામથી વેપાર કરે છે. અને વડોદરા આર્યવ્રત બ્રાહ્મણ સમાજ અને સમસ્ત રાજસ્થાન સમાજના પ્રમુખ છે. ભવરલાલ ગૌડની ફરિયાદ અનુસાર તેઓ બ્રાહ્મણ સમાજના પ્રમુખ હોવાથી તેમની મુલાકાત સુજીત વિરેન્દ્ર પાઠક (રહે. વૈકુંઠધામ સોસાયટી,મકરપુરા) સાથે થઈ હતી. અવાર-નવારની મુલાકાત બાદ ફરિયાદીને સુજીત સાથે મિત્રતા થઈ હતી. દરમિયાન સુજીતે પોતાના બનેવી અજય ગણેશ શુક્લા (રહે-નિલેશ અેપાર્ટમેન્ટ,ગોત્રી) સાથે મુલાકાત કરાવી હતી. અજયને રૂપીયાની જરૂર હોવાથી ફરિયાદીઅે 27-10-2015ના રોજ તેને રૂ.15 લાખ ઉછીના પણ આપ્યા હતા. જે બાદ સુજીત પાઠક, અજય શુક્લા પોતાના ભાઈ મનોજ શુક્લા અને વિનોદ શુક્લાને લઈને ફરિયાદીના ઘરે ગયા હતા. અજય શુક્લા અને તેના ભાઈઓ ચેકલીસ્ટ સુરક્ષા અેન્ડ મેનેજમેન્ટ પ્રા.લિ. નામથી કંપની ધરાવતા હોવાનું તેમજ તેમને લંડન સ્થિત બેકટેલ કંપની તરફથી મુંબઈ, દિલ્હી, કોલકત્તા અને બેંગલોર ખાતે કંસ્ટ્રક્શન માટેનો સબ કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું. જ્યારે ફરિયાદીને રૂ.4 હજાર કરોડનો ઈન્ટરનેશનલ બોન્ડ પણ બતાવ્યો હતો. જેના આધારે તેમને અેક વર્ષ દરમિયાન રૂ.1.50 કરોડની જરૂર હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું. સુજીત પાઠક,અજય શુક્લા સહિતના ચારેયે ફરિયાદીને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી ફેબ્રુઆરી 2016થી ટુકડે ટુકડે રૂ.1.47 કરોડ લીધા હતા. જેમાંથી રૂ.26.99 લાખ પરત કર્યાં હતાં. જ્યારે બાકીના 1.20 કરોડ આજ સુધી પરત ન આપતાં ફરિયાદી ભવરલાલ ગૌડે આરોપી સુજીત પાઠક, અજય શુક્લા, મનોજ શુક્લા અને વિનોદ શુક્લા વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

બેકટેલ કંપની તરફથી કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ મળ્યાનું જણાવ્યું હતું

ચાર હજાર કરોડનો ઇન્ટરનેશનલ બોન્ડ પણ બતાવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...