તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Contaminated Water Was Injected Into The Lb Complex Of Mg Road With Knee Joint 075521

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમ.જી.રોડના LB કોમ્પ્લેક્સમાં ઘૂંટણ સમા દૂષિત પાણી ભરાયાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરના એમજી રોડ સ્થિત કલ્યાણરાયજીની હવેલીની સામે આવેલા એલ બી કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ભરાયેલા દૂષિત પાણીનો નિકાલ ન થતાં સ્થાનિક રહીશો પરેશાન થઇ ગયાં છે.

દેશનાં 100 સ્માર્ટ સિટીમાં નવમું સ્થાન વડોદરાને મળ્યું છે પણ પાયાની મુશ્કેલીનો નિવેડો લાવવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. કલ્યાણરાયજીની હવેલીની સામે આવેલા એલ બી કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીનો નિકાલ ના થતાં સ્થાનિક રહીશોએ છાશવારે પાલિકાના તંત્રનું ધ્યાન દોર્યું હતું. માથું ફાટી જાય તે હદે દુર્ગંધ ત્યાં મારી રહી છે પણ પાલિકાનું નફ્ફટ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી, સ્થાનિકોએ માેં- નાક ઢાંકીને પાલિકા વિરોધી દેખાવો યોજ્યો હતો.

ત્રણ વર્ષથી ગટર ઉભરાય છે છતાં કોઈ કાર્યવાહી નહીં

દેશનાં 100 સ્માર્ટ સિટીમાં નવમું સ્થાન વડોદરાને મળ્યું છે પણ પાયાની મુશ્કેલીનો નિવેડો લાવવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. કલ્યાણરાયજીની હવેલીની સામે આવેલા એલ બી કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીનો નિકાલ ના થતાં સ્થાનિક રહીશોએ છાશવારે પાલિકાના તંત્રનું ધ્યાન દોર્યું હતું. માથું ફાટી જાય તે હદે દુર્ગંધ ત્યાં મારી રહી છે પણ પાલિકાનું નફ્ફટ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી, સ્થાનિકોએ માેં- નાક ઢાંકીને પાલિકા વિરોધી દેખાવો યોજ્યો હતો.

છેલ્લાં ત્રણ વર્ષથી ગટરનાં પાણી ઊભરાઈને કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ભરાય છે છતાં કાર્યવાહી ન કરવામાં આવતાં રહીશો અને વેપારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ અંગે સત્વરે કોઈ કાર્યવાહી નહી કરાય તો સોમવારથી આંદોલનનો માર્ગ અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.

એમ.જી.રોડના LB કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં દૂષિત પાણીનો ભરાવો થયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો