તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Consumers Settled Amid Differences Between Mumbai Based Insurance Company 075542

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઇની સંસ્થા-વીમા કંપનીના મતભેદ વચ્ચે ગ્રાહકો સલવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરના એક સમાજના નામે મેડિક્લેમ પોલિસીનું વેચાણ કરનારી મુંબઇની સંસ્થાએ ગ્રાહકો પાસેથી મેડિક્લેમ પોલિસી ઉતરાવી લીધા બાદ એજન્ટ તરીકે કામ કરતી આ સંસ્થા અને વીમા કંપની વચ્ચે મતભેદ થતાં ગ્રાહકોને પોલિસી આપવામાં વિલંબ કર્યો હતો. સંસ્થાએ મોકલેલા ડિક્લેરેશન ફોર્મમાં પણ ગ્રાહકનું સરનામું અને સહી અલગ હોવાનું અને પ્રીમિયમના પૈસા ત્રાહિત વ્યક્તિના ખાતામાં જમા થયા હોવાનું તપાસમાં જણાયું હતું.

ઓપી રોડ પર હરિભક્તિ કોલોનીમાં રહેતા આશિષભાઇ રાજેશભાઇ શાહે પોલીસમાં અરજી કરી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, મુંબઇની આ સંસ્થા તેમના સમાજના નામે મેડિક્લેમ પોલિસી વેચતી હોવાથી તેમણે 2016માં 44,694 રૂપિયાના પ્રીમિયમનો ડીડી મોકલી 15 લાખનો મેડિક્લેમ ઉતરાવ્યો હતો. જોકે એજન્ટ તરીકે કામ કરતી આ સંસ્થા તથા વીમા કંપની વચ્ચે મતભેદ સર્જાતાં સંસ્થાએ પોલિસી આપવામાં વિલંબ કર્યો હતો.

તપાસમાં આ સંસ્થાએ તેમનાં પ્રીમિયમનાં નાણાં કોઇ ત્રાહિત વ્યક્તિના ખાતામાં જમા કર્યાં હોવાનું જોવા મળ્યું હતું. આ અંગ તેમણે ગ્રાહક કોર્ટમાં કેસ કરતાં સંસ્થાએ સોગંદનામું કરી વિનોદ ઠાકરે નામની વ્યક્તિના ખાતામાં જમા કરાવ્યાં હોવાનું જણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સમાજના નામે ગેરમાર્ગે
દોરી તેમની સાથે છેતરપિંડી કરાઇ હતી.

ગ્રાહકોને પોલિસી આપવામાં વિલંબ

મેડિક્લેમના પૈસા ત્રાહિત વ્યક્તિના ખાતામાં જમા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો