તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લક્ષ્મીપુરા પોલીસની PCR વાનમાં આવેલા કોન્સ્ટેબલે રૂપિયા પડાવ્યા અને અન્ય શખ્સે યુવતી સાથે દુષ્કર્મ કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સેવાસી-અંકોડિયા રોડ ખાતે શનિવારે સાંજે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં કોન્સ્ટેબલ અને માણસોઅે અેકાંતમાં બેઠેલા યુગલને ધમકાવી તેમની પાસેથી રૂ.5 હજાર પડાવ્યા બાદ એક શખ્સે યુવતી સાથે ઓરલ સેક્સ કર્યું હોવાના આક્ષેપ બાદ પોલીસબેડામાં સનસનાટી મચી છે. હાલ આ ઘટના અંગે લક્ષ્મીપુરા પોલીસે મોડી રાતે યુવતીની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અંકોડિયા રોડ ખાતે અેક યુગલ શનિવારે મોડી સાંજે બેઠું હતું. દરમિયાન લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન યુગલ પાસે આવીને ઉભી રહી હતી. જેમાં કોન્સ્ટેબલ, પીસીઆર વાનમાં ફરજ બજાવતો ડ્રાઈવર અને અન્ય શખ્સ યુગલ પાસે જઈને તેમને
ધમકાવ્યાં હતાં. જેનાથી યુવક-યુવતી ગભરાઈ ગયા હતા. કોન્સ્ટેબલે રૂપિયાની માંગ કરી હતી. જોકે યુગલે તેમની પાસે હાલ રૂપીયા ન હોવાનું જણાવતા કોન્સ્ટેબલે ધમકાવતા ડરી ગયેલા યુવકે પેટીઅેમમાંથી 5 હજાર રૂપીયા ટ્રાન્સફર કરતાં કોન્સ્ટેબલે પેટ્રોલ પંપ પાસેથી પૈસા ઉપાડી લીધા હતા. જે બાદ કોન્સ્ટેબલ સાથે પીસીઆર વાનમાં આવેલા અન્ય એક શખ્સે યુવતી સાથે ઓરલ સેક્સ પણ કર્યું હતું. જે બાદ કોન્સ્ટેબલ અને તેની સાથેના માણસો પીસીઆર વાન લઈને ભાગી ગયા હતા. આ ઘટનાનો ભોગ બનેલી યુવતી આઘાતમાં સરી પડી હતી. જોકે તે ભાનમાં આવતા તેને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પહોચતા પોલીસબેડામાં સનસનાટી મચી હતી.

બીજી તરફ કોન્સ્ટેબલ દ્વારા યુવતી સાથે આ પ્રકારનું કૃત્ય કરાયું હોવાના આક્ષેપો લાગતા પોલીસ સ્ટેશનમાં અેસીપી તેમજ ડિસીપી સહિતના અધિકારીઓ પહોચીને યુવતીની પૂછપરછ કરી હતી. લક્ષ્મીપુરા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.જ્યારે પીસીઆર વાન લઈને ફરાર થઈ ગયેલા કોન્સ્ટેબલ અને બે માણસોને પોલીસે મોડી રાત્રે પકડી લીધા હતા.

સેવાસી-અંકોડિયા રોડ પર બેઠેલા યુગલને ધમકાવીને રૂા.5 હજાર પડાવ્યા

કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે

યુવતીનો આક્ષેપ છે કે, તેની પાસેથી રૂ.5 હજાર કોન્સ્ટેબલે પડાવ્યાં છે અને તેની સાથે છેડતી પણ કરી હોવાના આક્ષેપ સાથેની પ્રાથમીક વિગતો મારી પાસે આવી છે. જ્યારે આ ઘટનામાં આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યાં છે. > દિપક મેઘાણી, ડિસીપી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો