તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Congress Has Seen A Sudden Uptick In Front Of The Karelibagh Night Market 075558

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારેલીબાગ રાત્રિબજારની સામે કોંગ્રેસને મોડે મોડે ઉકરડો દેખાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના કારેલીબાગ રાત્રિબજારની સામે કોંગ્રેસને મોડે મોડે કચરો ગંધાતાં તેને શહેરની બહાર ખસેડવાની માગ સાથે પાલિકાને જનતા મેમો આપ્યો હતો.

તાજેતરમાં જ સ્વચ્છતા સર્વેક્ષણ રેન્કિંગ અંતર્ગત વડોદરાને બીજા રાઉન્ડમાં ચોથો નંબર મળ્યો હતો. પહેલા રાઉન્ડમાં 21મો નંબર મેળવનાર વડોદરાને સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં દેશમાં 79મો નંબર મળ્યો હતો.શહેરમાં હજુ પણ કચરાની સફાઇ નિયમિત રીતે કરવામાં આવી રહી નથી ત્યારે કારેલીબાગ વિસ્તારના રહીશોના માથાના દુખાવા સમાન ઉત્તર ઝોનનું કચરા ટ્રાન્સફર સ્ટેશન શહેરથી બહાર ખસેડવા માટે શહેર કૉંગ્રેસ વોર્ડ નંબર 3 ના કાર્યકર્તાઓએ માગ ઉઠાવી છે.

કોંગ્રેસના નિશાંત રાવલ, મહેશ મિસ્ત્રી સહિતના વોર્ડ નંબર 3ના અાગેવાનોઅે કારેલીબાગ રાત્રિબજારની સામે વુડા ભવનની લાઇનમાં આવેલા ઉકરડા સામે વિરોધ નોંધાવ્યો હતો. અા ઉકરડાની ગંદકીના આ ઢગલા થકી મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને તે થકી લોકો રોગચાળાનો ભોગ બને છે તેવો તેમણે ખુલ્લો આક્ષેપ કર્યો હતો. તેમણે પાલિકા વિરોધી નારા લગાવીને પ્લેકાર્ડ સાથે દેખાવો યોજીને પાલિકાને જનતા મેમો આપ્યો હતો.

શહેરના વુડા સર્કલ પાસે રાત્રિ બજારની સામે અાવેલા કોર્પોરેશનના ગંદકીના ઢગલાને ખસેડવા કોંગ્રેસે જનતા મેમોના બોર્ડ સાથે દેખાવો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો