• Gujarati News
  • National
  • Vadodara News Complaint In Consumer Court Over Pests Appearing In Fig Packets 080130

અંજીરના પેકેટમાં જીવાત દેખાતાં ગ્રાહક કોર્ટમાં ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજીરના પેકેટમાં જીવાત દેખાતા તરસાલી રીંગ રોડ ઉપર રહેતા ગ્રાહકે ગ્રાહક સુરક્ષા જાગૃતિ મંચ દ્વારા વિચારે મસાલા સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરતાં ગ્રાહક કોર્ટે નોટીસ કાઢી હાજર રહેવા હુકમ કર્યો હતો. ગ્રાહક સુરક્ષા જાગૃતી મંચના દિનેશ ડી લાલવાણીએ જણાવ્યું હતું કે તરસાલી રીંગ રોડ પરરહેતા અમર અભયસિંહ બર્ગેએ ગત 21 નવેમ્બરે વિચારે મસાલાની ગેંડીગેટ રોડની દુકાનમાંથી જીરુ, રાઇ, અથાણા સંભાર અને અંજીરની ખરીદી કરી હતી. જો કે અંજીરના 100 ગ્રામના પેકેટ પર દુકાનનું સ્ટીકર મારી વેચાણ કિંમત 150 રુપીયા લખેલા હોવા છતાં 190 રુપીયા વસુલ્યા હતા. ત્યારબાદ અંજીરના પેકેટમાં જીવાત દેખાતા ગ્રાહકે બીજા દિવસે દુકાનમાં જઇને ફરિયાદ કરી હતી પણ તેમને સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેથી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા જાગૃતી મંચમાં ફરિયાદ કરતા મંચ દ્વારા શ્રીનારાયણ મસાલા મીલ વિચારે મસાલા સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...