તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Complaint Against Three Who Demanded 5 Lakhs For Shoplifting Old Man 075645

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુકાન પચાવી વૃદ્ધા પાસે 5 લાખ માગનારા ત્રણ સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લહેરીપુરા દરવાજા પાસે 3 મજલી બિલ્ડિંગના ભોંયતળિયે આવેલી દુકાન પચાવી દુકાન માલિક વૃદ્ધા પાસે દુકાન ખાલી કરવા 5 લાખ માગી ધમકી આપનારા 3 સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દાંડિયાબજારમાં રહેતાં 65 વર્ષીય પ્રીતિબેન હરીશભાઇ પટેલે વાડી પોલીસમાં પ્રિતેશ, ધર્મેશ અને વિષ્ણુ કહાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, લહેરીપુરા દરવાજા પાસે તેમની ત્રણ મજલી બિલ્ડિંગ આવેલી છે. જૂન-2018માં તેઓ દુકાન જોવા જતાં ભોંયતળિયાવાળી રૂમ ખુલ્લી હતી અને ચાર જણા સમોસા, ભજિયાં અને ચા વેચતા જોવા મળતાં વૃદ્ધાએ તમે કોણ છો, તેવી પૃચ્છા કરી હતી. એક શખ્સે તેમને મારું નામ ધર્મેશ છે અને પિતા અશોક કાયસ્થે આ દુકાન દિપેશ અશોક શાહ પાસેથી 15 વર્ષ માટે ભાડા કરારે રાખી છે. દિપેશના ભાઇ પ્રિતેશને 5 લાખ આપ્યા છે. તમે દુકાન ખાલી કરાવવા માગતાં હો તો 5 લાખ આપો તેમ જણાવી વૃદ્ધાને ધમકી આપી હતી. તેમનો પુત્ર દુકાને જતાં ધર્મેશ અને વિષ્ણુ કહારે તેને ધમકી આપી હતી. વિષ્ણુ કહારે ઘેર આવી તેમના પુત્રના ગળે છરી મૂકી દુકાનનો માલિક હું જ છું કહી ધમકી આપતાં માતા-પુત્ર ડરી ગયાં હતાં. વાડી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

વૃદ્ધાની જાણ બહાર તેમની દુકાન ભાડે આપી દીધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો