પશુને રખડતું મુકનાર માલિક સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | પાલિકાની ઢોર પાર્ટીએ ગુરુવારે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રસ્તા પર રખડતા 1 પશુને પકડી લાલબાગ ઢોર ડબ્બામાં રખાયું હતું. પશુના માલિક પશુપાલક જીવનભાઇ રાઘુભાઇ ભરવાડ (રહે.ન્યુ વીઆઇપી રોડ, સયાજીપુરા) આ પશુને છોડાવવા માટે આવ્યાં હતાં. પશુના માલિકની ઓળખ છતી થતાં પાલિકાના ઢોર ડબ્બા શાખાના માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ વિજય પ્રાણલાલ પંચાલે પશુપાલક જીવનભાઇ રાઘુભાઇ ભરવાડ સામે રસ્તા પર ઢોર છૂૂટાં મૂકી રાહદારી અને વાહન ચાલકોના જાનનું જોખમ ઉભું કર્યું હોવાનું જણાવી હરણી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...