તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Complaint Against Husband Moving To Canada Outside Wife39s Report 080118

પત્નીની જાણ બહાર કેનેડા જતા રહેલા પતિ સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની પરિણીતાની જાણ બહાર જ પતિ તેનો મોબાઇલ નંબર બ્લોક કરીને કેનેડા જતો રહેતાં પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પતિએ છૂટાછેડા માટે તેના મામાને કુલમુખત્યાર કરી આપ્યો હતો.

શહેરની 28 વર્ષીય યુવતીએ તેના પતિ વિરલ નિતીન પટેલ સહિત 5 જણાં સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત મે માસમાં તેનાં લગ્ન થયાં હતાં અને ત્યારબાદ તેનાં જેઠજેઠાણી કેનેડાથી આવ્યાં હતાં. ત્યારબાદ પતિએ યુવતી પાસે કેનેડાની ફાઇલ મૂકવા માટે પિયરમાંથી 25 હજાર લઇ આવવા જણાવ્યું હતું પણ યુવતીએ ઇન્કાર કર્યો હતો. યુવતીએ ઇન્કાર કરતાં પતિ અને સાસરિયાંએ ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો અને પૈસા લાવવા દબાણ કર્યું હતું. ત્યારબાદ તેને જાણવા મળ્યું હતું કે પતિ અને સાસુ તેની જાણ બહાર કેનેડા જતાં રહ્યાં છે. ત્યારબાદ યુવતીના પરિવારના સમાધાનના પ્રયાસો અસફળ રહ્યા હતા તેના મામાસસરાએ ફોન કરીને વિરલે છૂટાછેડા માટે તેમને કુલમુખત્યાર કરી આપ્યું છે અને તમારે છૂટાછેડા આપવા પડશે તેમ જણાવી માનસિક રીતે ટોર્ચર કર્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...