તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Complaint Against Husband And Mother In Law In Women39s Suicide Case 080033

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાના આપઘાત કેસમાં પતિ અને સાસુ સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત 20 ઓક્ટોબરે અંકોડિયા કેનાલમાંથી મળેલા મહિલાના મૃતદેહને પિતાએ ઓળખ્યા બાદ પુત્રીને આત્મહત્યા કરવા મજબૂર કરનારાં પતિ- સાસુ સામે ફરિયાદ નોંધાવી હતી. પિતાએ પુત્રીના મૃતદેહ પરના મંગલસૂત્રના આધારે પુત્રીને ઓળખી હતી.

પેટ્રોકેમિકલ્સ ટાઉનસિપમાં રહેતા અરવિંદ સોમાભાઇ બારીયાએ પોલીસમાં જમાઇ હરિશ નટુ બારીયા અને સાસુ જયા નટુ બારીયા (રહે, પ્રમુખધામ ટેનામેન્ટ, ગોત્રી રોડ) સામે ફરિયાદ નોંધાવી હતી કે લગ્ન બાદ સાસરિયાંએ પુત્રી હિનાને તારાં માબાપે તને ઘરનું કામ કરતાં શીખવાડ્યું નથી તેમ જણાવી મેણાંટોણા મારીને ત્રાસ ગુજાર્યો હતો અને શારીરિક- માનસિક ત્રાસ આપ્યો હતો. ગત 7 ઓક્ટોબરે પતિ સાથે જમવા બાબતે બોલચાલી થતાં હિનાએ ઘેરથી નીકળી અંકોડિયા કેનાલમાં પડીને આત્મહત્યા કરી હતી. પુત્રીને મરવા માટે પતિ અને સાસુએ મજબૂર કરી હોવાનું જણાવી પિતાએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો