મિલકત નામે કરવા બોગસ અરજી કરનાર 2 સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના છાણી રોડ પર ઉપાસના સોસાયટી વિભાગ-2માં આવેલ મિલકતને પોતાના નામે ચઢાવવા માટે બોગસ સહી કરી સિટી સરવે કચેરીમાં અરજી કરનારા 2 જણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

ટીપી-13માં આશિષ પાર્કમાં રહેતા અશોક પુરષોત્તમભાઇ મશરુએ પોલીસમાં અરેશ રમેશ પ્રજાપતિ (રહે, વિકાસ નગર-2, સનફાર્મા રોડ) અને તેને ત્યાં કામ કરતા મહેશ વામનરાવ પાટીલ (રહે, રંગયોગી પાર્ક, અકોટા) સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ઉપાસના સોસાયટી વિભાગ-2માં આવેલી મિલકત ડેવલપ કરવા માટે તેમણે અરેશ પ્રજાપતિ સાથે બે ડેવલપમેન્ટ કરાર કર્યા હતા. ડેવલપ કરવા માટે આપેલી આ મિલકત તેમની જાણ બહાર પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવા માટે અરેશ પ્રજાપતિએ તેની ઓફિસમાં કામ કરતા મહેશ પાટીલે ત્રણ જણાના નામની સહીઓ કરી સિટી સરવે કચેરીમાં અરજી કરી હતી અને મિલકત પોતાના નામે ચઢાવવાનું કૃત્ય કર્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

કરાર કરનારે બંને જણ સામે ગુનો દાખલ કરાવ્યો

બિલ્ડરના માણસે 3 જણાંની બોગસ સહી કરી હતી

અન્ય સમાચારો પણ છે...