તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ બિલો બનાવનાર એકાઉન્ટન્ટ સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના ગોત્રી રોડ પર આવેલી જ્વેલર્સ શોપ બંધ થઇ ગઇ હોવા છતાં તેના નામના બોગસ બિલો બનાવી ઠગાઇ કરનારા એકાઉન્ટ સામે વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

અમદાવાદના વેપારી જીગ્નેશ રમણીકલાલ સોનીએ પોલીસમાં એકાઉન્ટન્ટ હિતેન જયેન્દ્ર માંડલીયા (રહે, વલ્લભ ડુપ્લેક્ષ, ખોડીયારનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમની 4 વર્ષ પહેલાં ગોત્રી રોડ પર શણગાર જ્વેલર્સ નામની શોપ આવેલી હતી. તે વખતે શોપનું એકાઉન્ટ તથા ટેકસ સહિત તમામ સરકારી ખાતાની કામગિરી હિતેન માંડલીયા કરી આપતો હતો.તેમણે 2016માં ખોટ જતા દુકાન બંધ કરી દીધી હતી. દરમિયાન જીએસટી વિભાગમાંથી શણગાર જ્વેલર્સના નામથી ખરીદ વેચાણ કરાયું હોવાની પુછપરછ થતાં તેમણે હિતનને ફોન કર્યો હતો પણ તેણે ફોન ઉપાડયો ન હતો. તેમણે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે હિતેને વેટ નંબર બંધ કરાવાનો હતો તે ચાલુ રાખીને શણગાર જ્વેલર્સના નામે બોગસ બિલો બનાવી 110 કરોડ રુપીયા સુધીના વ્યવહારો કરી સરકારી ટેકસની ચોરી કરીને ધંધો કર્યો હતો. હિતેનને તેમણે કેટલાક ચેકો સહિ કરીને આપેલા હતા તેનો પણ તેણે દુરપયોગ કર્યો હતો. હાલ હિતેન અમદાવાદ સાબરમતી જેલમાં હોવાનું તેમણે પોલીસને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો