ગાજરાવાડીમાં ઝઘડાની અદાવતે યુવક પર હુમલો : 5 સામે ફરિયાદ

Vadodara News - complaint against 5 attack against youth in gagewadi 070547
Vadodara News - complaint against 5 attack against youth in gagewadi 070547

DivyaBhaskar News Network

Apr 24, 2019, 07:05 AM IST
ગાજરાવાડી ગોમીતપુરામાં અગાઉના ઝઘડાની અદાવતે 5 શખ્સોએ વિસ્તારના જ યુવકને માર માર્યો હતો. તેને છુટ્ટા પથ્થર મારી લાકડી અને પાઇપના ફટકા મારતા ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 હુમલાખોરો સામે ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે.

શહેરના ગાજરાવાડી ગોમતીપુરા સ્થિત શ્રી હરી સીંગ સેન્ટર પાસે રહેતા મનીષ રામનરેશ કનોજિયા સાથે સોમવારે રાત્રે મનોજ કનોજિયા , અંકિત અરવિંદ માછી, શિવનાથ ભગત ગુપ્તા, લચ્છારામ ભગત ગુપ્તા તેમજ પાંચુજી ભગત ગુપ્તાએ અગાઉના ઝઘડાની અદાવતે બોલાચાલી કરી હતી.

અંકિત માછીએ મનીષને લોખંડની પાઇપના ફટકા જ્યારે મનોજ કનોજિયાએ પથ્થર માર્યા હતાં. પાંચુજી ભગતે લાકડી વડે તેમજ શિવનાથ અને લચ્છારામે ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલામાં મનીષને ઇજા થતાં તેણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.પોલીસે બનાવના સંબંધમાં વિવિધ લોકોની પુછપરછ શરુ કરી હતી.

X
Vadodara News - complaint against 5 attack against youth in gagewadi 070547
Vadodara News - complaint against 5 attack against youth in gagewadi 070547
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી