• Gujarati News
  • National
  • Vadodara News Commissioner In The Dark About Transfer Of Account In Municipality 074106

પાલિકામાં ખાતાંની ફેરબદલી અંગે કમિશનર જ અંધારામાં!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકાના ટેક્નિકલ વિભાગના વડાધિકારીઓની જાણ બહાર એેન્જિનિયરોનાં ખાતાંની ફાળવણીમાં ફેરબદલ કરવાના નિર્ણયના પડઘા મ્યુ. કમિશનર સુધી પડ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર પણ તે અંગે અંધારામાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

સોમવારે મ્યુ. કમિશનરની સહીથી એડિ. સિટી એન્જિનિયર શૈલેશ નાયક પાસેથી વ્હીકલ પુલ, ફાયર બ્રિગેડ અને સિટી બસનો હવાલો લઇ ડે.કમિ. ધવલ પંડ્યાને સોંપાયો હતો. તેવી રીતે ગુરુવારે ફાયરબ્રિગેડની જવાબદારી ડેપ્યૂટી કમિશનર સુધીર પટેલને અપાઈ હતી અને એડિ.સિટી એન્જિનિયર શૈલેશ મિસ્ત્રી પાસેથી પાણી પુરવઠાની જવાબદારી પાછી લઇને કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણાને આપી હતી. આ સિવાય સિટી એન્જિનિયર પી એમ પટેલને પાર્ક્સ એન્ડ ગાર્ડન તેમજ ઝૂ વિભાગ સોંપાયા હતા.આ બદલીઓમાં ટેક્નિકલ વિભાગના ઉચ્ચાધિકારીઓને વિશ્વાસમાં લેવાયા ન હોવાનો આક્ષેપ થયો હતો. આ અંગે સાંજે મ્યુ.કમિશનરનું ધ્યાન દોરતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા.

ડે.કમિશનરે અધિકારી સાથે ચર્ચા જ કરી ન હતી

અન્ય સમાચારો પણ છે...