તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2 દિવસ સુધી કોલ્ડ વેવની અસર વર્તાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાના કારણે શહેરમાં 14 કિમીની ઝડપે ફુંકાયેલા પવનોના પગલે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. સોમવારના રોજ લઘુતમ તાપમાન 11.4 ડિગ્રી તેમજ મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું હતું. સોમવારે આખો દિવસ ઉત્તર-પૂર્વની દિશાથી ઠંડા પવનો ફુંકાતા રહ્યા હતા,જેના પગલે શહેરીજનો સંપૂર્ણ દિવસ ઠંડીથી બચવા ગરમ કપડાંનો સહારો લેતાં જોવા મળ્યાં હતાં. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ સુધી કોલ્ડ વેવના પગલે ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરી છે. મંગળવારે લઘુતમ તાપમાન 10 ડિગ્રી રહે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...