રંગલો : શાળા એટલે? રંગલી : એવી જગ્યા જ્યાં પિતાને લૂંટે અને અમને કૂટે

DivyaBhaskar News Network

Jan 13, 2019, 04:16 AM IST
Vadodara News - clown school means tangled a place where the father robs us and bites us 041612
Vadodara News - clown school means tangled a place where the father robs us and bites us 041612
વિદ્યાર્થીઓએ શહેરના વિવિધ વિસ્તારમાં શેરીનાટકની પ્ર્સ્તુતી કરી હતી જેમાં બાળકો જોડાયા હતા

સિટી રિપોર્ટર | વડોદરા

MSUના એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશનમાં અભ્યાસ કરતી શિવાની ભાવસારે વડીલ વિસામામાં ભવાઇ ભજવી હતી. જીલે યારા જિંદગીના મિલેગી દુબારા વિષયે રજૂ કરેલી ભવાઇ પણ વિદ્યાર્થીઓએ જ ભજવી હતી. રિસર્ચ કરી રહેલી શિવાની ભાવસારે જણાવ્યું હતુ કે લોકમાધ્યમો ભૂલાઇ રહ્યા છે જેને જીવંત કરવા જ પડશે. લોકમાધ્યમના ભાગરૂપે અંગદાન મહાદાન પર નાગરવાડામાં સ્ટ્રીટ પ્લે કર્યું હતું.

દાદા-દાદી ભલે ઝગડે પણ એકબીજાનું પુરતું ધ્યાન રાખે છે

‘જીલે યારા જિંદગી ના મિલેગી દુબારા’માં ભવાઇ ભજવવામાં આવી હતી. જેમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું કે દાદા-દાદી ભલે એકબીજા સાથે ઝગડે પણ બંને એકબીજાનું પુરતુ ધ્યાન રાખે છે. આથી જિંદગીનો આનંદ માણો અને હસતા રહો સાથે હસાવતા પણ રહો.

વડીલ વિસામા ખાતે વડીલો સમક્ષ ભવાઇની પ્રસ્તુતી કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની ભવાઇમાં સાંપ્રત શિક્ષણની પરિસ્થિતિ પર ટકોર કરાઇ

ભવાઇમાં સાંપ્રત શિક્ષણની પરિસ્થિતિ પર ટકોર કરાઇ હતી. જેમાં રંગલો રંગલીને પૂછે છે કે આજના વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શાળા શું છે ત્યારે વિદ્યાર્થી જવાબ આપે છે કે શાળા એટલે એવી જગ્યા જ્યાં અમારા પિતાને લૂંટી નાખે અને અમને કૂટી નાખવામાં આવે.

X
Vadodara News - clown school means tangled a place where the father robs us and bites us 041612
Vadodara News - clown school means tangled a place where the father robs us and bites us 041612
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી