તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેર કોંગ્રેસ દ્વારા હમારી સેના હમારી શાન, તીરંગા હમારી જાનના નારા સાથે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તે ઉજવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેર કોંગ્રેસ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે બપોરે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ હમારી સેના હમારી શાન તથા તીરંગા હમારી જાનના સૂત્રો સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો. શહેર કોંગ્રેસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વાયુ સેના એ પાકિસ્તાનમાં 300 થી વધારે આંતકવાદીઓનો ખાત્મો કરી પાછા ફર્યા હતા. આ હૂમલો પુલવામામાં શહીદ થયેલા વીર જવાનોની શહાદતનો બદલો છે.

ABVP એ ફટાકડા ફોડીને ત્રિંરગા લહેરાવ્યો
ABVPએ આર્યુવેદિક ત્રણ રસ્તા પાસે ફટાકડા ફોડીને ત્રિંરગો લહેરાવ્યો હતો. પરિષદના મહા મંત્રી નિશીત વરીયાએ જણાવ્યું હતું કે ભારતીય વાયુ સેના દ્વારા આંતકીઓને મુહતોડ જવાબ અપાયો છે.

મુસ્લિમોએ ફટાકડા ફોડી સેનાને બિરદાવી
પુલવામામાં આતંકવાદી હુમલાનો બદલો લેવા મંગળવારે ભારતીય એરફોર્સ દ્વારા પાકિસ્તાન પર થયેલા હવાઇ હુમલાને વધાવવા માટે નવાયાર્ડ વિસ્તારમાં ફટાકડા ફોડાયા હતા. ત્રિપલનાઇન ટુ ગ્રૂપ અને બીએસએના મહામંત્રી વસીમભાઇ પઠાણ અને મુસ્લિમ યુવાનો દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો હતો.

આતંકવાદ સામે દેશ સેનાની સાથે છે
આજનો દિવસ દેશ માટે છે. સૈનિકો શહીદ થયા ત્યારથી જ દેશવાસીઓની ઇચ્છા હતી કે શહાદતનો જવાબ અપાય, જેની શરૂઆત થઇ ગઇ છે. વાયુ સેનાને વડોદરા વાસીઓ તરફથી અભિનંદન આપીએ છીએ. આંતકવાદના ખાત્મા માટે દેશવાસીઓ સેનાની સાથે છે. રંજનબેન ભટ્ટ , સાંસદ,શહેર ભાજપ પ્રમુખ

મર્દાનગીથી આતંકીઓને માર્યા
વાયુ સેનાએ 300 આંતકીનો સફાયો કરી શરૂઆત કરી છે આ આંકડો 30 હજારે પહોંચશે તેવો વિશ્વાસ છે. પાકિસ્તાનના આંતકવાદીઓએ કાયરતા પૂર્વક આપણા જવાનો પર હૂમલો કર્યો હતો. ભારતીય વાયુ સેનાએ મર્દાનગી સાથે પાકિસ્તાનમાં ઘૂસી જઇને આંતકીઓનો સફાયો કરી નાખ્યો છે. કોઇ પણ પક્ષે સેનાના નિર્ણયમાં રોક ના લગાવી જોઇએ સેનાને પૂર્ણ સ્વતંત્રા હોવી જોઇએ. પ્રશાંત પટેલ, પ્રમુખ,શહેર કોંગ્રેસ

RTO ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા પેંડા વહેંચીને ઉજવણી
ઉપકાર સેવા ટ્રસ્ટના વાઇસ પ્રેસિડન્ટ વસીમ પઠાણ દ્વારા આરટીઓ ખાતે આવનાર લોકોને પેંડા વહેંચી એરફોર્સની કાર્યવાહીને વધાવી હતી.

એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડ્યા
યુિન.ની કોમર્સ અને આટર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

જૈશે જશ્ન : શહીદોને વીરાંજલી સાથે પાકને જડબાતોડ જવાબની ઉજવણી
સમસ્ત ગોત્રી ગામ દ્ધારા બુધવારે જૈશે જશ્નનો કાર્યક્રમ કરવામાં આવશે. મંગળવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં સમસ્ત ગોત્રી ગામ દ્ધારા બુધવારે સાંજે 7:30 વાગે રણછોડજી મંદિરના પ્રાંગણમાં જૈશે જશ્નના કાર્યક્રમનું આયોજન કર્યું છે. ચેતના શાહ અને ઘનશ્યામ ઠક્કર શહીદોને વીરાંજલી સાથે રાષ્ટ્ર ભક્તિના ગીતો રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો