તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Chhayapuri Railway Station Will Now Become A Satellite Station Complete 80 Of The Work 074004

છાયાપુરી રેલવે સ્ટેશન હવે સેટેલાઇટ સ્ટેશન બનશે, 80% કામગીરી પૂર્ણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના સેટેલાઇટ રેલવે સ્ટેશન તરીકે ડેવલપ થઇ રહેલા છાયાપુરી રેલવે સ્ટેશનનું અંદાજે 80 ટકા કામ પૂરું થયું છે. રૂ. 42 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા અા રેલવે સ્ટેશનથી દિલ્હી તરફનો રેલવ્યવહાર કાર્યરત થશે. અમદાવાદથી અાવીને દિલ્હી તરફ જનારી અંદાજે 8 જેટલી ટ્રેન પ્રાથમિક તબક્કે છાયાપુરી ડાઇવર્ટ થનાર છે. અમદાવાદ- મુંબઇ હાઇસ્પીડ રેલ માટે વડોદરા રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર -7 ખસેડવાનુ છે. જે માટે અા રેલ વ્યવહાર છાયાપુરી ખાતે ડાઇવર્ટ થશે. છાયાપુરી રેલવે સ્ટેશન કાર્યરત થયા બાદ પ્લેટફોર્મ નં-7 તૂટશે. અગાઉ છાયાપુરી માર્ચ મહિનામાં પૂરું થનાર હતું. પરંતુ વિલંબ થતાં તાજેતરમાં અાવેલા રેલવે બોર્ડના ચેરમેન દ્વારા કામગીરી ઝડપી કરવા અાદેશ થયા હતા.

ચૂંટણી બાદ તારીખ જાહેર થઇ શકે છે.
છાયાપુરી સ્ટેશનનુ અંદાજે 80 ટકા કામ પૂરું થયું છે. બિલ્ડિંગ તૈયાર છે. ચૂંટણી બાદ લોકાર્પણ ની તારીખ જાહેર થઇ શકે છે. અત્યારે અાચાર સંહિતાને પગલે કાંઇ વધુ કહેવાય નહીં ખેમરાજ મીણા, પીઅારઅો , વડોદરા રેલવે

અન્ય સમાચારો પણ છે...