તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છત્તીસગઢ પાસિંગની BMWને RTO દ્વારા ‌4.80 લાખનો દંડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર| વડોદરા

ત્રણ દિવસ અગાઉ સમા પોલીસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન પકડેલી બીઅેમડબ્લ્યુ કારના ચાલક પાસે યોગ્ય કાગળો ન હોવાથી અારટીઅોનો મેમો અાપ્યો હતો. જે અંગે અારટીઅોમાં દંડ ભરવા અાવેલા ચાલકને રૂ. 11000 દંડ સાથે રૂ. 4.80 લાખ ટેક્સ ચૂકવવા અાદેશ થતાં ડ્રાઇવર પૈસા ભર્યા વગર ગાયબ થઇ ગયો હતો.

તાજેતરમાં અમદાવાદમાં વૈભવી કારના ચાલકને લાખો રૂપિયાનો દંડ ફટકારવાની ઘટના જેવી ઘટના વડોદરામાં પણ નોંધાઇ છે. અેક મલ્ટિનેશનલ કંપનીની રૂ. 60 લાખની બી.અેમ.ડબ્લ્યુ. કારને સમા પોલીસ દ્વારા પકડવામાં આવી હતી. ડ્રાઇવર જીતેન્દ્ર પાસે યોગ્ય કાગળો નહોતા. જેથીઅા રટીઅોનો મેમો અપાયો હતો.

અારટીઅો દ્વારા ડ્રાઇવર અને માલિકના, બે દંડ પેટે રૂ. 11000 દંડ લીધો હતો. જ્યારે વડોદરામાં છત્તીસગઢ પાસિંગની બીએમડબલ્યુ કાર અેક મહિના વધુ સમયથી ફરતી હોવાથી ટેક્સ પેટે રૂા. 4.80 લાખ ભરવા જણાવ્યું હતું. વડોદરા ઇન્ચાર્જ અારટીઅો અે.અેમ. પટેલે જણાવ્યું હતું કે ,આ અંગે પ્રોસીજર ચાલુ છે. લોખોનો ટેક્સ થાય છે કે પુરાવા રજૂ થાય છે. તે હવે ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો