તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News Chhappanbhog Badomonorath Nand Festival Will Be Held At Sukhadham Haveli 075545

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખધામ હવેલી ખાતે છપ્પનભોગ, બડોમનોરથ, નંદ મહોત્સવ યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથી વાઘોડિયા રોડની વૈષ્ણવોના આસ્થા તીર્થ સુખધામ હવેલી, વડોદરા ખાતે તૃતીય ગૃહાધીશ વૈષ્ણવોના હ્યદયારૂઢ સરકારશ્રી પૂ.વ્રજેશકુમાર મહારાજ, પૂ.ડો.વાગીશકુમાર મહોદયશ્રી કાંકરોલી યુવા રાજકુમારો યુવાઓના સાચા રાહબર પૂ.વેદાંતરાજા, પૂ.સિદ્ધાંત રાજાની પાવન નિશ્રામાં તા.11 જાન્યુઆરીને શનિવારના રોજ રાજભોગમાં શ્રીજી ને પારણે ઝુલાવી નંદ મહોત્સવ, શયનમાં વિવાહનો મનોરથ તા.12 જાન્યુઆરીને રવિવારના રોજ પ્રભુશ્રી દ્વારકાધીશ તથા ગિરીરાજજીનો છપ્પન ભોગનો બડો મનોરથ બપોરના 3.30 કલાકે દર્શન પુસ્ટિ માર્ગના આધિ દૈવિક યજ્ઞનો લાભ લેવા સફલ વૈષ્ણવ સૃષ્ટિને આયોજકો દ્વારા દર્શનનો લાભ લેવા જણાવાયું છે.

દિશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અકોટા ખાતે શ્રોફ મેમોરિયલ લેક્ચરનું આયોજન
દિશા ચેરિ. ટ્રસ્ટ દ્વારા અકોટા ખાતે મનુભાઇ અને રશ્મીબેન શ્રોફ મેમોરિયલ લેક્ચરનું આયોજન કરાયું હતું. જેમાં લતિકા રોય ફાઉ.ના કો-ફાઉન્ડર અને ડાયરેક્ટર જો ચોપરાએ ડિસેબિલિટી વિષય પર વકતવ્ય આપ્યું હતું.

વડીલ એસોસિએશન દ્વારા સંગીત સંધ્યા
સિનિયર સિટિઝન્સ એસોસિએશન હરણી રોડ, કારેલીબાગ કેન્દ્ર દ્વારા ટીમ નંબર-2ના સદસ્યો દ્વારા પ્રસ્તુત ગીત - સંગીત - ભજનોનો કાર્યક્રમ તા.11 જાન્યુઆરીને શનિવારને 2020ના રોજ સાંજે 5.00 કલાકે સિનિયર સિટિઝન્સ એસોસિએશન સભાખંડમાં રાખવામાં આવેલ છે.

કારેલીબાગ ખાતે આયુર્વેદિક તબીબી શિબિર
ભીડભંજન હનુમાનજી મંદિરે સુંદરકાંડ પાઠ
આજેશ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે તા.11 જાન્યુઆરીને શનિવારને 2020ના રોજ રાત્રે 8.00 કલાકે ભીડભંજન હનુમાનજી મંદિર, એ-27, વૃંદાવન પાર્ક સોસાયટી, બ્રાઇટ સ્કૂલ પાછળ, વીઆઇપીરોડ, વડોદરા ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ છે.

એફવાય બીએસડબલ્યુના વિદ્યાર્થીઓએ કામનાથ મહાદેવ મંદિર (કારેલીબાગ) ખાતે આયુર્વેદિક તબીબી શિબિરનું આયોજન કરાયું હતું.

દિવ્ય ફાઉન્ડેશન અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
દિવ્ય ફાઉન્ડેશન અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટી, વડોદરા સંયુક્ત ઉપક્રમે લીગલ અવેરનેસ પ્રોગ્રામ સોશ્યિલ વર્ક ફેકલ્ટી એમ.એસ.યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આશુતોષ રાજ પાઠક સિનિયર જજ તેમજ દિવ્ય ફાઉન્ડેશનના પ્રમુખ ઉમંગ બ્રહ્મભટ્ટ, સીનયર એડવોકેટ દેવલ વકીલ, પ્રેમીલાબેન, દીપ પરમાર, જયપ્રીત અગ્રવાલ તેમજ મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કારેલીબાગ-ગોત્રી રોડ ખાતે સુંદરકાંડ પાઠ
વિનાયક સુંદરકાંડ પરિવાર દ્વારા તા.11 જાન્યુઆરીને શનિવારને 2020ના રોજ સાંજે 6.00 કલાકે સંકેત પાર્ક, ઇસ્કોન મંદિર સામે, હરીનગર-ગોત્રી રોડ, વડોદરા ખાતે અંકિતકુમારના કંઠે સુંદરકાંડ પાઠનું આયોજન તેમજ ઋતુભંરા સુંદરકાંડ પરિવાર દ્વારા રાત્રે 7.00 કલાકે વીરનગર સોસાયટી, કોમન પ્લોટ, કારેલીબાગ ખાતે અતુલભાઇ પુરોહિતના કંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉમરેઠ ખડાયતા બંધુ સમાજ દ્વારા ધનુર્માસ ઉત્સવ
આજે આત્મીય ધામ ખાતે સન્માન સમારંભ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પેન્શનર્સ એસોસિએશનનો સભ્યો-જીવનસાથી જેઓના 70 વર્ષ તથા લગ્નજીવનના 50 વર્ષ પુરા થયા હોય તેઓનું સન્માન સમારંભના કાર્યક્રમનું આયોજન તા.11 જાન્યુઆરીને શનિવારને 2020ના રોજ બપોરે 3.00 કલાકે આત્મીય ધામ, લક્ષ્મીનારાયણ મંદિર પાછળ, અવધૂત રેલવે ફાટક પાસે, માંજલપુર, વડોદરા ખાતે રાખવામાં આવેલ છે.

ઉમરેઠ ખડાયતા બંધુ સમાજ (પશ્ચિમ) દ્વારા ધનુર્માસના ઉત્સવનંુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જ્ઞાતિજનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

અંબા માતાના પ્રાગટ્ય દિને યોજાયેલા શાકોત્સવમાં 1500 લોકો માટે રોટલા ઘડ્યા
માઇ માતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા શુક્રવારે અંબામાના પ્રાગટ્ય દિનના રોજ શાકોત્સવ ઉજવાયો હતો. જેમાં બહેનો દ્વારા હાથથી બનાવેલા રોટલા, શાક અને કઢી,ખિચડીનો મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. જેનો 1500 જેટલા માઇભકતોએ લાભ લીધો હતો.

વિશ્વામિત્રી બ્રિજ અને કાલાઘોડા ખાતે પાઠ
રોકડનાથ સુંદરકાંડ પરિવાર દ્વારા તા.11 જાન્યુઆરીને શનિવારને 2020ના રોજ સાંજે 4.30 કલાકે એ-171, વિશ્વામિત્રી ટાઉનશીપ, ગુજરાત ટ્રેકટર સામે, વિશ્વામિત્રી બ્રિજ પાસે તદ્ ઉપરાંત તા.11 જાન્યુઆરીને શનિવારને 2020ના રોજ રાત્રે 8.00 કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, કાલાઘોડા, વડોદરા ખાતે પ્રિતેશ પટેલના કંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

જેલના કેદીઓને ધાબળાનું નિઃશુલ્ક વિતરણ
કાકણપુર મિત્ર મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ
કાકણપુર વિસ્તાર મિત્ર મંડળ, વડોદરાનો સ્નેહ મિલન સમારંભ તા.11 જાન્યુઆરીને શનિવારને 2020ના રોજ સાંજે 6.00 કલાકે સ્વામી સર્વાનંદ હોલ, વારસિયા રિંગ રોડ, વડોદરા ખાતે યોજવામાં આવેલ છે. એમ સંસ્થાના પ્રમુખ કમલેશસિંહ રાઉલજી અને મહામંત્રી કિર્તનભાઇ પારેખ એક યાદીમાં જણાવે છે. આ કાર્યક્રમમાં વડોદરા શહેરમાં વસતા કાકણપુર ગામના વતનીઓ ભાગ લેનાર છે.

લાયન્સ ક્લબ બરોડા ગ્રીન તથા લિયો ક્લબ દ્વારા જેલના કેદીઓને નીતાબેન, પાર્થ વ્યાસ, ડી.એમ વ્યાસ, ભારતી વ્યાસ, બી.સી.વાઘેલાની હાજરીમાં ધાબળાઓનું િવતરણ કરવામાં આવ્યું.

આજે વાકળ કેળવણી મંડળના વ્યવસ્થાપક મંડળની સભા
વાકળ કેળવણી મંડળના વ્યવસ્થાપક મંડળની સભા તા.11 જાન્યુઆરીને શનિવારના રોજ બપોરે 3.30 કલાકે વાકળ સેવા કેન્દ્ર, સયાજીગંજ ખાતે મંડળના પ્રમુખ હસમુખભાઇ અમીનના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં મંડળના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રી વગેરેની વરણી કરવામાં આવશે તથા મોભારોડ, બાજવા, વડોદરા અને દશરથ કેન્દ્રોના પ્રશ્નોની ચર્ચા થશે.

સ્વામી િવવેકાનંદ શાળાનાે વાર્ષિકોત્સવ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત સ્વામી વિવેકાનંદ પ્રા.શાળા(સવાર) ખાતે સ્વામી વિવેકાનંદજીના 158મા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે વાર્ષિકોત્સવ તા.11 જાન્યુઆરીને શનિવારના સવારે 9.00 કલાકે શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ, ઉપાધ્યક્ષ નલિનકુમાર ઠાકર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા તથા સમિતિના સભ્યોશ્રીઓની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસની ઉજવણી તથા શાળાનો વાર્ષિકોત્સવ 2020નું આયોજન કરેલ છે.

બાલ પુુષ્ટિ પુસ્તકનું વિમોચન
આજે વાઘોડિયા રોડ ખાતે વાર્તાલાપ
વરિષ્ઠ નાગરિક સંઘ, પરિચય પાર્ક, વાઘોડિયા રોડના ઉપક્રમે તા.11 જાન્યુઆરીને શનિવારના રોજ સાંજે 5.30 કલાકે સ્વામી વિવેકાનંદ સ્કૂલ, પરિવાર ચાર રસ્તા, વાઘોડિયા રોડ ખાતે ‘ભગવત્ ગીતા ? મારી સુપર માતા ?’ એ વિષય ઉપર જ્ઞાન, કર્મ અને ભક્તિયોગનું મહત્ત્વ દર્શાવતો આધ્યાત્મિક જીવનપથ દર્શક વાર્તાલાપ ચંદ્રકાંત એચ.શાહ આપશે.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો



અથવા નીચેના સરનામે મોકલી અાપોે | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ બ્રહ્મર્ષિ વૈષ્ણવોના હ્યદયારૂઢ સરકારશ્રી પૂ. વ્રજેશકુમારના જન્મ દિન નિમિત્તે પૂ.ડો. વાગીશબાવા, કાંકરોલી યુવા રાજકુમારો પૂ.વેદાંત રાજા, પૂ.સિદ્ધાંત રાજા અનેક વિદ્દ વૈષ્ણવાચાર્યશ્ર્રીઓ, વૈષ્ણવોની ઉપસ્થિતિમાં બાલ પુષ્ટિનું વિમોચન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો